હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને,માનવામાં આવ્યો છે, ખુબ જ પવિત્ર,જાણો…..

ખાસ કરીને કુંભના નાગા સાધુઓને રુદ્રાક્ષ ધારણ કરેલા તમે જોયા હશે. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે રુદ્રાક્ષ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને હેલ્થને પણ શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે.

રુદ્રાક્ષ બે શબ્દોનો બન્યો છે. રુદ્ર અને અક્ષ. રુદ્રનો અર્થ થાય છે ભગવાન શિવ અને અક્ષનો અર્થ થાય છે આંસુ. શિવપુરાણ, પદ્મપુરાણ, રુદ્રાક્ષકલ્પ વગેરે ગ્રંથોમાં રુદ્રાક્ષની અપરંપાર મહિમા બતાવી છે.

પૌરાણિક કથા અનુસાર દેવી સતીના વિયોગમાં એકવાર શિવનુ દ્રદય દ્રવિત થઇ ગયુ અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. જ્યાં જ્યાં તે આંસુ પડ્યા ત્યાં ત્યાં રુદ્રાક્ષના વૃક્ષની ઉત્પત્તિ થઇ.

તેના પાંદડા લીલા હોય છે અને ફળ ભૂરા કલરના હોય છે. જેનો સ્વાદ ખાટો હોય છે. રુદ્રાક્ષના ઝાડ ખાસ જગ્યાઓ પર જ જોવા મળે છે.

પંચમુખી રુદ્રાક્ષ મહિલાઓ, પુરુષો અને બાળકો દરેક માટે સારો છે. આ સામાન્ય રીતે ખુશીઓ અને સ્વાસ્થ માટે છે.
જેના ઘરમાં રુદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે તે જગ્યાએ અન્ન, વસ્ત્ર, ધન ધાન્યની ક્યારેય અછત આવતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.