રૂદ્રાક્ષથી પણ વધારે શક્તિશાળી હોય છે સાપની કાંચળી..

માન્યતાઓ અનુસાર સાંપની કાંચળીનું મહત્વ રૂદ્રાક્ષ જેટલું જ હોય છે. પૌરાણિક સમયથી સાંપની સ્કિનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે.

ચોમાસાની ઋતુમાં આ સમયે સાંપ પોતાના દરમાંથી બહાર નિકળે છે. આ સમયે તે પોતાની કાંચળી એટલે કે સ્કીમ પણ કાઠે છે. ગ્રામીણ વિસ્તારોમાં તે વધારે જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે સાંપની સ્કીનને ઘરમાં રાખવાના શું ફાયદા છે?

વૃદ્ધો આજે પણ જ્યારે સાંપની કાંચળીને જોવે તો તેને પોતાના ઘરે લઈ આવે છે. સ્થાનીક માન્યતાઓ અનુસાર સાંપની કાંચળીની માન્યતા રૂદ્રાક્ષ જેટલી જ હોય છે. પૌરાણિક સમયથી સાંપની સ્કિનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. તેને સ્કીન પર લગવી પણ શકાય છે અને ઘણી દવાઓના રૂપમાં પણ તે કામ આવે છે.

ક્યારેય નહીં થવા દે ધનની કમી

જો તમને સાંપની કાંચળી જોવા મળે તો એવામાં તમે તેને પોતાના ઘરમાં રાખી શકો છો. માન્યતાઓ અુસાર એવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમીનો સામનો નથી કરવો પડતો. પરંતુ ધ્યાન રાખો કે સાંપની કાંચળી ખંડિત ન હોવી જોઈએ. ત્યારે જ તેનો લાભ મળે છે.

તેને ઘરમાં મુકવાથી ખરાબ નજરનો ખતરો પણ નથી રહેતો. તેના ઉપરાંત માન્યતા છે કે સાંપ ભગવાન શિવના ગળામાં નિવાસ કરે છે તો ઘરમાં સાંપની કાંચળી રાખવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.

સપનામાં સાંપની કાંચળી દેખાવી

સાંપની કાંચળી સપનામાં દેખાવી પણ ખૂબ જ શુભ હોય છે. આવું સપનું સંકેત કરે છે કે તમારા આવનાર જીવનમાં ઘણી સારી વસ્તુઓ થવાની છે અને આવનાર ભવિષ્યમાં તમે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો

તેના ઉપરાંત વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિ છે તો એવામાં સાંપની કાંચળીને પીસીન તેને હીંગ અને સુકા લીમડાના પાનનું મિશ્રણ બનાવી, મંગળવારના દિવસે ગાયના ઉપલામાં લોબાન અને ગુગળ મિક્સ કરીને તેને સળગાવી આખા ઘરમાં ફરાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.