રફ ડાયમંડનો સ્ટોક ખતમ, હીરા ઉદ્યોગમાં વેકેશન વહેલું શરૂ થઇ શકે

દિવાળી પહેલાંનો ધમધમાટ હીરા ઉદ્યોગમાં એકદમ વધી ગયો છે, વેકેશન શરૃ થાય તે પહેલાં રફનો સ્ટોક પૂરો કરવાની ઉતાવળ અત્યારે છે. મોટા યુનિટોમાં તો કેટલાક એકમો રફ પૂરો થયો હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ કારીગરોને હજુ રજા આપવામાં આવી નથી. રફનો સ્ટોક પૂરો થતાં કેટલીક હીરાની કંપનીઓ વહેલું વેકેશન શરૃ કરે એવી શક્યતાઓ વધુ છે.

આગામી એક અઠવાડિયા પછી તારીખ 24 ઓક્ટોબરથી હીરા ઉદ્યોગમાં વેકેશનનો અમલ શરૃ થઇ જશે. પરંતુ અત્યારે કેટલીક મોટી કંપનીઓમાં ધમધમાટ એકદમ જોરમાં છે તો કેટલીક કંપનીઓમાં કામકાજો રફનો સ્ટોક પૂરો થયો હોવાને કારણે એકદમ ઓછો થવા માંડયો છે. રફનો સ્ટોક પૂરો થયો હોવાને કારણે એક વિભાગમાં કામ કરતા 500-700 જેટલાં કારીગરો અત્યારે નવરાં બેઠાં હોય એવું ઘણી બધી મોટી કંપનીઓમાં બન્યું છે.

હીરાઉધોગમાં છેલ્લાં ઘણાં મહિનાઓથી કામકાજ ખૂબ જ ઘટી ગયાં હોવાને કારણે મજા રહી નથી. દિવાળી પહેલા સેંકડો કારીગરો કામ ન હોવાને કારણે બેકાર પણ થયાં હતાં. કોઈનો મૂડ જામતો નહોતો. હીરાની કંપનીઓમાં પ્રોડક્શન પણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હોવાથી કારીગરોના વેતન પણ ઓછા થયાં હોવાનો ગણગણાટ પણ કારીગર વર્ગમાં રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.