દિલ્હી વિધાનસભામાં ગુરુવારે સુરંગ જેવી સંરચના મળી આવી છે. દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યું કે, સુરંગ વિધાનસભાને લાલ કિલ્લાથી જોડે છે અને સ્વતંત્રતા સેનાનિયો ની અવરજવર સમયે અંગ્રેજો દ્નારા લોકોનાં ગુસ્સાથી બચવા માટે તેનો ઉપયોગ કરતો હતો.
સ્પીકર રામ નિવાસ ગોયલે કહ્યું,”જયારે ૧૯૯૩માં વિધાનસભા બની તો અહિંયા રહેલી એક ઝુંબેશમાં સુરંગ વિશે અફવા ઉડી હતી કે તે લાલ કિલ્લા સુધી જાય છે અને મેં તેના ઈતિહાસની શોધ કરવાની કોશિશ કરી હતી.
તેમણે સાથે કહ્યું કે હવે અમને સુરંગ મળી ગઈ છે પરંતુ અમે તેને આગળ નથી ખોદી રહ્યાં કારણ કે મેટ્રો પરિયોજના અને સવીર સ્થાપનાનાં કારણે સુરંગના તમામ રસ્તાઓ નષ્ટ થઈ ગયાં છે.
અમે લોકો અહીંયા ફાંસીનાં ઓરડા વિશે જાણીએ છીએ, પરંતુ તેને કયારેય ખોલ્યો નથી. અધ્યક્ષ, દેશના આઝાદી સાથે સંકળાયેલા દિલ્હી વિધાનસભા ઈતિહાસને જોતા તેમનો ઈરાદો આગામી સ્વતંત્રતા દિવસ સુધી પયૅટકો માટે ફાંસીનો ઓરડો ખોલવાનો છે અને તે માટે કામ શરુ પણ થઈ ગયું છું.
https://www.youtube.com/watch?v=My6F0IFMljM
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.