ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ચાલી રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પહેલી ઇનિંગમાં માત્ર 106 રન બનાવીને આખી ટીમ ઓલઆઉટ થઈ. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરી. જેમાં કેપ્ટન કોહલીએ શાનદાર સદી ફટકારી. આ સાથે કોહલીએ કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાં બેટિંગના સતત રેકોર્ડ બનાવી રહેલા વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ શનિવારે સદી ફટકારીને કેપ્ટન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટના દરેક ફોર્મેટને મેળવી સૌથી વધુ 41 સદી ફટકારી ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગની બરાબરી કરી છે. આ સાથે વિરાટની આ ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની કુલ 70મી જ્યારે ટેસ્ટમાં 27મી સદી છે. ઉપરાંત ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટમાં વિરાટની આ 20મી સદી છે તેને આ મામલે પોન્ટિંગને પાછળ કર્યો છે. જેને કેપ્ટન તરીકે 19 સદી ફટકારી હતી. આ મામલે હવે વિરાટ સાઉથ અફ્રિકાના ગ્રીમ સ્મિથ(25 સદી) થી પાછળ છે અને યાદીમાં બીજા ક્રમે છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મટમાં 84 મેચોમાં 141 ઇનિંગ્સ રમીને 27 સદી ફટકારી છે. કોહલી પહેલા સર ડોન બ્રેડમેનનું નામ આવે છે જેમને 29 ટેસ્ટ સેન્ચરી ફટકારી છે. બ્રેડમેને ટેસ્ટ કરિયરમાં 52 ટેસ્ટમાં 80 ઇનિંગ્સ રમી હતી અને તેમની સરેરાશ 99.94 છે જે હાલ પણ એક રેકોર્ડ છે. ઉપરાંત જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાની વાત કરીએ તો તેમાં પણ કોહલી દિગ્ગજોથી આગળ વધી રહ્યો છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટના ભગવાન કહેવાતા એવા સચિન તેંડુલકર પ્રથમ ક્રમે છે. જેમને કુલ 664 મેચમાં 48.52ની એવરેઝથી 34,357 રન બનાવ્યા છે અને 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.