Rupala Controversy: લીંબડી સ્ટેટ ઠાકોર સાહેબ પણ રૂપાલાના વિરોધમાં, રાજવી પરિવારે લેખિતમાં સંદેશ મોકલીને નોંધાવ્યો વિરોધ

ગુજરાતમાં ઠેર ઠેર ચાલી રહેલા વિરોધને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને બદલવા માટે માંગ હવે વધુ તેજ બની છે

Rupala Controversy News: રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ સતત વધી રહ્યો છે, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ અડ્યો છે. જુદા જુદા ક્ષત્રિસ સંગઠનો મેદાનમાં ઉતર્યા હતા, હવે આ વાત આગળ વધીને રાજવી પરિવારો પણ વિરોધમાં જોડાયા છે. ગઇકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પ્રેસ કૉન્ફરન્સ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ કરી હતી. હવે આ મુદ્દે લીંબડીના ઠાકોર સાહેબ પણ વિરોધમાં ઉતર્યા છે, તેમને એક લેખિત સંદેશ પાઠવીને રોષ વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં ઠેર ઠેર ચાલી રહેલા વિરોધને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને બદલવા માટે માંગ હવે વધુ તેજ બની છે. ક્ષત્રિય સમાજની બહેનોના વિરોધમાં પરશોત્તમ રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરી હતી, હવે આ કડીમાં વધુ એક રાજવી પરિવારનું નામ પણ જોડાયું છે, તાજેતરમાં જ લીંબડી  ઠાકોર સાહેબે વિરોધ નોંધાવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હવે પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ વિરોધનો વંટોળ વધુ ઉગ્ર બન્યો છે, અત્યારે રૂપાલા મામલે સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. લીંબડીનાં નામદાર ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઝાલાએ લીંબડી સ્ટેટ દ્વારા વર્તમાન મુદ્દે ચાલતા ક્ષત્રિય સમાજની વિરોધ લડતને સહયોગ આપ્યો છે. તેમને લીંબડી સ્ટેટ દ્વારા સમર્થન આપતો એક લેખિત સંદેશ પાઠવ્યો છે, નામદાર ઠાકોર સાહેબ હાલમાં રાજ્ય બહાર શોક પ્રસંગમાં વ્યસ્ત હતા, જેના કારણે વીડિયો કે અન્ય કોઈ પ્રકારે સંદેશ પાઠવી શકે એમ ન હોવાથી તેમને લેખિત સંદેશ મોકલ્યો છે.

રૂપાલા મુદ્દે મતદાન સુધી આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર, સમાજ વિરૂદ્ધ આ ના ચલાવી લેવાય
ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો, રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે, અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે. હવે આ કડીમાં વધુ બે રાજવી પરિવારો જોડાયા છે, ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે.

રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે, તેમને હવે આ લડતને આગળ લડવાનો પણ સંકલ્પ કર્યો છે.

વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું –
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

વઢવાણ રાજવી પરિવાર ઉપરાંત ભાવનગર રાજવી પરિવારે પણ વિરોધમાં સૂર પૂરાવ્યો છે, તેમને પણ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધના નિવેદનોનો વિરોધ કર્યો છે, આજે પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.