વિજય રૂપાણી આવતીકાલ તા.૧૯ ઓક્ટોબરથી પાંચ દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના પ્રવાસમાં જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં પાંત્રીસ ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે જેમાં ડાયમંડ તથા એન્જિનિયરિંગ અને જેમ્સ એન્ડ જ્વેલરી IT તથા ઓઇલ એન્ડ ગેસ ડેરી ઉદ્યોગ ગોલ્ડ એગ્રો તથા ઓટો જેવી ઇન્ડસ્ટ્રી નો સમાવેશ થાય છે મુખ્યમંત્રીના પ્રવાસમાં CMOના IASઅધિકારી એમ કે દાસ તથા ડી એચ શાહ પણ સાથે જોડાયા છે ઉઝબેકિસ્તાનમાં પણ ગુજરાતની માફક વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગેસ્ટ તરીકે હાજર રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આવકારવા માટે ઉઝબેકિસ્તાન માં ઠેરઠેર રૂપાણી ના ફોટા સાથે તેમને આવકારતા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમ વાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવા ઉઝબેકિસ્તાને આપેલા નિમંત્રણનો સ્વીકાર કરી તેઓ આ ફોરમમાં સહભાગી થવાના છે.વિજય રૂપાણી તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તેમજ એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.