– મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના ચાર વર્ષ પૂર્ણ
– હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ, અમરસિંહ , નરેન્દ્ર મોદી જ સતત ચાર વર્ષ પૂર્ણ કરી શક્યા છે
વિજય રૂપાણી 7 ઓગસ્ટના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂરા કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બની જશે.
1 મે 1960થી અત્યારસુધી ગુજરાત કુલ 16 મુખ્યમંત્રી જોઇ ચૂક્યું છે. આ 16માંથી ચાર જ મુખ્યમંત્રી એવા છે જેઓ પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કરી શક્યા છે.
જેમાં હિતેન્દ્ર દેસાઇ 3 એપ્રિલ 1967થી 12 મે 1971 (4 વર્ષ 1 મહિના 9 દિવસ), માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 ( 4 વર્ષ 9 મહિના 3 દિવસ), અમરસિંહ ચૌધરી 6 જુલાઇ 1985થી 9 ડિસેમ્બર 1989 (4 વર્ષ 5 મહિના 3 દિવસ), નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બર 2002થી 22 મે 2014 (11 વર્ષ 5 મહિના) જ મુખ્યમંત્રીઓ છે જેમણે પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કર્યા છે.
આનંદીબહેન પટેલે 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 એમ કુલ 2 વર્ષ 77 દિવસ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. તેમના સ્થાને 7 ઓગસ્ટથી 2016થી વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.