રૂપાણી સરકારનું કડક વલણ , ગુનેગારો સામે હવે પાસાનું શસ્ત્ર અપનાવાશે

હવે ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતીય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગુજરાતમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવા નિર્ધાર કર્યો છે. પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે. હવે જુગારની પ્રવૃત્તિ કરવી, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધીરનાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતીય સતામણી કરવી જેવા ગુના કરનાર તત્વો સામે પાસાનું શસ્ત્ર રાજ્ય સરકાર અપનાવશે.

અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનેગારો સામે સખ્તાઈથી કામ લેવા પાસાના કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી મંત્રીમંડળની આગામી બેઠકમાં કરશે.

જે અંતર્ગત જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે. આઈટી એક્ટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે.

જાતિય ગુનાઓ સંદર્ભે ‘પોકસો’ના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.