વિધાનસભાની પેટા ચૂંટણીનું પ્રચાર અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યું છે. ત્યારે રાજનેતાઓના અલગ અલગ એવા નિવેદન આવી રહ્યા છે જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. રાજ્યના મંત્રી રમણ પાટકરે એક એવું નિવેદન આપ્યું કે જેના કારણે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ આકરાપાણીએ થઈ ગઈ છે અને મંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યું છે.
- મંત્રીના નિવેદનથી ખુલી ગઈ પોલ?
- સરકારનો પર્દાફાશ કરતું નિવેદન?
- મુખ્યમંત્રીની હાજરીમાં કર્યો બફાટ
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમના વિસ્તારમાં વિકાસના કામ માટે સરકાર પુરતી ગ્રાન્ટ આપતી નથી તેવા આક્ષેપ થતાં રહે છે. પ્રથમ દ્રષ્ટીએ જ્યારે કોંગ્રેસી ધારાસભ્યના મોઢે આવું સાંભળીએ તો માનવામાં ન આવે. ખોટું લાગે. પરંતુ આ વાત હવે ભાજપના જ ધારાસભ્ય અને રાજ્યમાં મંત્રી રમણ પાટકરણ કહ્યું છે.
આપને જણાવી દઇએ કે, જીતુ ચૌધરી અત્યાર સુધી કોંગ્રેસના નિશાન પર ચૂંટાતા હતા. પરંતુ હવે ભાજપમાં આવી ગયા છે અને ભાજપની ટિકિટ પર પોતાનું ભાવિ નક્કી કરવા માટે નીકળ્યા છે. ત્યારે રમણ પાટકરના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસ આકરા પાણીએ થઈ ગઈ છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપનું અન્ય પક્ષના ધારાસભ્ય સાથે ઓરમાયુ વર્તન બંધારણનું ઉલ્લંઘન છે. ભાજપના રાજમાં કોંગ્રેસના ધારાસભ્ય વિસ્તારના કામ નથી થઈ રહ્યા. ભાજપ સરકારની બંધારણ વિરૂદ્ધની નીતિ નિયત ખુલ્લી પડી ગઈ છે અને કોંગ્રેસ હવે વધુ મજબૂત બની રહી છે. કોંગ્રેસે રમણ પાટકરના રાજીનામાની પણ માગણી કરી.
ભાજપે તેમને જ ટિકિટ આપી
આપને જણાવી દઈએ કે કપરાડા બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર જીતુ ચૌધરી છે. જીતુ ચૌધરી અત્યાર સુધી કોંગ્રેસની ટિકિટ પર જીતતા હતા. પરંતુ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણી ભાજપે તેમને જ ટિકિટ આપી છે.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડેહાથ લીધી
ત્યારે તેમના પ્રચાર માટે આવેલા મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસને કાયમ માટે દફનાવાની છે. કોંગ્રેસના નેતાઓ પર લોકોને વિશ્વાસ રહ્યો નથી અને પેટા ચૂંટણીને આઠેય બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.