પીએમ મોદી અને અમિત શાહનો નિષ્ફળતાનો ભોગ રૂપાણી બન્યા, વિજયભાઈ જેવા સરળ…

ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ફરી એક વખત ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.ધાનાણીએ જણાવ્યું કે ભાજપે વિજયભાઇ જેવા સરળ વ્યકિતનું રાજીનામું લીધું તું દુ:ખદ બાબત છે. ગુજરાતમાં સરકાર અને ભાજપનાં ચાલી રહેલાં આંતરીક મતભેદ સપાટી પર આવ્યાં છે.

પીએમ મોદી અને અમિત શાહની નિષ્ફળતાનો ભોગ રૂપાણી બન્યાં છે. તો ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ ગુજરાતનાં રાજકારણમાં હલચલ વધી ગઈ છે . ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ નવેમ્બર – ૨૦૨૨માં પૂણઁ થઈ રહ્યો છે.

પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજયોની વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.