ભાજપમાં અલ્પેશ ઠાકોરનું કદ કેટલું મોટું થયું છે તે ખુદ અલ્પેશ તેના મોંઢેથી જાહેર કર્યું. બંધ બારણે ભાજપ સાથે થયેલી સોદાબાજી ખુદ અલ્પેશે જ ખોલી નાંખી. ચૂંટણી જીત્યા પહેલા જ પ્રધાન બનવાની તાલાવેલીમાં આવી ગયેલા અલ્પેશે એવી ડંફાશ મારી કે પ્રધાન બનીને હું ઓર્ડર કરીશ. ધારાસભ્યો હતો ત્યારે રજૂઆતો કરતો હતો.
ઠાકોર મતોને ખૂંટે કૂદવા ભાજપ ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરના ઘૂંટણિયે પડી ગયું છે. અલ્પેશનું આ નિવેદન જાણે એ વાતની સાબિતી આપી રહ્યું છે. અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં લોદ્રા ગામે જાહેર સભામાં આવું નિવેદન કરીને ભાજપને શરમજનક સ્થિતિમાં નાંખી દીધું છે. અલ્પેશે પ્રધાન બનવાના મદમાં અગાઉ એમ પણ કહ્યું હતું કે ચૂંટણી જીતીને પ્રધાન બન્યા બાદ લીલીપેનથી સહી કરીશે. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની બાજુમાં જ મારી ઓફિસ હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.