રૂપાણીનું નામ રાજકોટ BJPના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી ગાયબ થયું રાજકોટમા જૂથવાદ આવ્યો સામે……

 

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં ફરી એક વખત ભાજપમાં આંતરિક જૂથ અને વૈચારિક મતભેદના મુદ્દા સપાટી પર આવ્યા છે અને સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ગાયબ થઈ ગયું છે. રાજકોટ શહેરના લક્ષ્મીનગર બ્રીજના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ લેવામાં આવ્યું નથી.વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય છે. તેમ છતાં એમનું નામ આ યાદીમાં સામિલ કરાયું નથી.

રાજકોટમાં જૂથવાદે ફરી એકવખત જોર પકડ્યું છે. સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી વિજય રૂપાણીનું નામ ગાયબ થઈ ગયું છે અને રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રીજના લોકાર્પણ માટેની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ક્યાંય જોવા કે વાંચવા મળતું નથી.રાજકોટના અંડરબ્રીજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું. પણ આ માટેની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું ક્યાંય નામ નથી. આ ઉપરાંત તમામ ધારાસભ્યના નામ છે.

એટલું જ નહીં રાજકોટના વિપક્ષના નેતાનું પણ આમાં નામ છે. પણ પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ નથી. નામ ન હોવાને કારણે આમંત્રણ પત્રિકા ચર્ચામાં રહી છે. બે મહિના પહેલા રાજકોટ ભાજપમાં સ્નેહમિલન કાર્યક્રમમાં આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં સત્તામાં બેઠેલા સાંસદ રામ મકરિયા, મોહન કુંડારિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલનું નામ જોવા મળ્યું ન હતું. આમ ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો હતો અનેબએ પછી પાટીલે જાહેરમાં ખુલાસો પડ્યો હતો. પાટીલે સ્પષ્ટતા કરવી પડી હતી કે, રાજકોટ ભાજપમાં કોઈ પ્રકારનો જુથવાદ નથી.

બીજી તરફ આ આમંત્રણ પત્રિકાએ ચર્ચા જગાવી છે. રૂ.42 કરોડથી વધારે રકમના ખર્ચથી સાડા ત્રણ દાયકા બાદ બ્રીજનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ બ્રીજ નીચેથી કુલ 2 લાખથી વારે વાહનનો અવરોજવરો છે. અહીં દર ચોમાસે પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ચાર મહિના સુધી આ બ્રીજ બંધ કરવો પડે છે. એવામાં હવે નવીનીકરણ થતા વરસાદી પાણીનો નિકાલ થઈ જશે અને અહીં પાણીના નિકાલ માટે ખાસ મશીન મૂકવામાં આવ્યા છે. પણ હાલ તો બ્રીજ કરતા આ કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકા વિવાદમાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ગાયબ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.