ગુજરાત સરકાર 2020-21ના વર્ષનું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવા જઇ રહી છે ત્યારે એક ચોકાવનારી વિગત બહાર આવી છે. આ વિગત જોઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફાળ પડી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના જીડીપીમાં કૃષિ સેક્ટરનો હિસ્સો ઘટતો જાય છે. જો આવી સ્થિતિ રહી તો 2022 સુધીમાં રાજ્યની કૃષિ આવકોમાં મોટો ઘટાડો નોંધાવાનો ભય છે.
રાજ્ય કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડીનો જીડીપીમાં ફાળો ઘટતો જાય છે. સરકારી દસ્તાવેજમાં જણાવાયું છે કે રાજ્યમાં ખેતીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનની આવકમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર ઘટના છે.
રાજ્યમાં ખેતી પર નભતા લોકોની સંખ્યા વધારે છે જેમાં જમીન ધારકો 48 લાખ જેટલા છે અને જમીન વિહોણાં માત્ર ખેતમજૂરોની સંખ્યા 68 લાખ જેટલી થઇ છે. ગુજરાતમાં આ પ્રમાણ વધારે ચોંકાવનારૂં એટલા માટે છે કે ખેડૂતો મટી રહ્યાં છે અને ખેતમજૂરો વધી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.