આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ ચાલુ જ છે અને મંગળવારે તેમાં વધારે ઘસારો જોવા મળ્યો હતો. મંગળવારે રૂપિયો ડૉલર સામે 22 પૈસા તુટીને સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. માત્ર બે જ દિવસમાં રૂપિયામાં 26 પૈસાનું ધોવાણ થયું છે. સોમવારે ભારતીય રૂપિયો 4 પૈસા નીચે આવ્યો હતો. ભારતીય રૂપિયો મંગળવારે 22 પૈસા ઘટીને તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના બીજા કારોબારી દિવસે રૂપિયો ડૉલરની સરખામણીએ 78.59ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા સોમવારે ડૉલર સામે રૂપિયો રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. સોમવારે ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 4 પૈસા ઘટીને રેકોર્ડ 78.37ની સપાટીએ બંધ રહ્યો હતો અને આવી સ્થિતિમાં રૂપિયો છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી સૌથી નીચા સ્તરે પહોંચી રહ્યો છે.
મંગળવારે બજાર ખુલતાની સાથે જ રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે, રૂપિયામાં નબળાઈનું કારણ શું છે? હકીકતમાં, વિદેશી ભંડોળ સતત ઉપાડવામાં આવી રહ્યું છે. વિદેશી દેશોમાં ડૉલરમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ડૉલર સામે રૂપિયો તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. મહેતા ઇક્વિટીઝ લિમિટેડના વીપી કોમોડિટીઝ રાહુલ કલંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક બજારોમાં FII દ્વારા સતત વેચવાલી પણ રૂપિયા પર દબાણ લાવી રહી છે. કલંત્રીના જણાવ્યા અનુસાર, રશિયા પર વધુ આર્થિક પ્રતિબંધો વૈશ્વિક ઉર્જાના ભાવમાં વધારો કરી શકે છે અને ઉભરતા બજારની કરન્સી પર દબાણ લાવી શકે છે અને કલંત્રીએ કહ્યું કે, અમને આશા છે કે આ અઠવાડિયે રૂપિયો અસ્થિર રહેશે અને તે 78.55ના સ્તરને પાર કરી શકે છે.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.20 ટકા વધીને 116.47 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું કારણ કે શેરબજારમાં સતત ઘટાડો ચાલુ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટ મોરચે, 30 શેરો ધરાવતો સેન્સેક્સ 314.88 પોઈન્ટ ઘટીને 52,846.40 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 101.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો અને સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો સોમવારે મૂડીબજાર નેટ સેલિંગ કર્યું હતું અને તેમણે 1,278.42 કરોડના શેરો વેચી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.