ગ્લેશિયરનો એક ભાગ તૂટીને,પડી ગયો હતો ઋષિગંગામાં,ઋષી ગંગા પ્રોજેક્ટને પહોંચ્યું, ભારે નુકસાન

ચમોલીની પાસે આવેલા રેની ગામમાં હવે રેસ્કયૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. અહીં ઋષી ગંગા પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નીતિ ઘાટીમાં રેણી ગામમાં ઋષિ ગંગાના ઉદગમ સ્થાન નજીક ગઇકાલે સવારે 9.15 વાગે ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ઋષિગંગામાં પડી ગયો હતો. જે બાદ નદીમાં ભારે પૂર આવ્યું હતું.

અહી મોટા મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી મોટા પથ્થરો વગેરે હટાવી શકાય. ચમૌલી પોલીસના અનુસાર અત્યાર સુધીમાં 14 મૃતદેહ અલગ-અલગ સ્થાનો પરથી પ્રાપ્ત થયા છે. જ્યારે સુરંગમાં કુલ 15 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.

વાયુસેના દ્વારા દહેરાદુન થી જોશીમઢ સુધી બચાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલે રાહત કાર્યમાં જોડાયાં છે. સંપર્ક વિહાણા ગામડાઓમાં રાશન પહોંચાડવામાં આવશે.

રેસ્કુય ઓફરેશનમાં જોડાયેલી ITBPની ટીમ મુજબ એક સુરંગમાં અંદાજે 30 લોકો ફસાયેલા છે. 300 જવાનો ટનલ સાફ કરવામાં લાગ્યાં છે.

વધી રહ્યું જળસ્તર

SDRFના જણાવ્યાં મુજબ અલકનંદનું જળસ્તર વધી રહ્યું છે. ટનલવાળા વિસ્તારમાં જ્યાં દોલી ગંગા મળે છે ત્યાં જળસ્તર વધ્યું છે. ચમોલી પોલીસના અધીક્ષક યશવંત સિંહા ચૌહાણના આદેશઅનુસાર પોલીસ દ્વારા નદીના આસપાસ વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરવામાં આવ્યાં છે.

આ જળપ્રલયથી નદી પર બનાવાયેલા 13 મેગાવોટના ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. જ્યારે NTPCની તપોવનમાં 500 મેગાવોટની નિર્માણાધીન તપોવણ-વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે.

કુદરતી હોનારતની જાણ થતાં જ ITBP, BRO, NDRF અને SDRFની ટીમને બચાવવામાં જોતરાઈ છે. નૌસેના પણ શોધખોળમાં જોતરાઈ છે.. કુદરતી હોનારતથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.