રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટતાં સૌથી પહેલાં ઋષિગંગા નદીમાં ધસમસતું પૂર આવ્યું હતું. નદીના કિનારે ઋષિગંગા પાવર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું.
ગામોમાં લગભગ ૨૦૦૦ લોકો વસવાટ કરે છે. પૂરનાં પાણી રૈની ગામમાં ધસી આવ્યાં હતાં પરંતુ તેનાથી વધુ નુકસાન થયું નહોતું. આસપાસના ગામોનો પણ આબાદ બચાવ થયો હતો.
ભારત અને ચીન વચ્ચેની ઉત્તરાખંડમાં આવેલી સરહદ પર સેનાને પુરવઠો પહોંચાડવા માટે મહત્ત્વનો ગણાતા જોશીમઠ-માલારિયા હાઇવે પરનો બીઆરઓ બ્રિજ પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. સેનાની સેવાઓ પુનઃ સ્થાપિત કરવા માટે તેનું સમારકામ આવશ્યક હતું. તેને તાત્કાલિક ફરી ઊભો કરવા માટે આ કાર્યમાં નિપુણ એવા આઇટીબીપી અને બીઆરઓના ૨૦૦ કરતાં વધુ જવાનને જોશીમઠ મોકલી આપવામાં આવ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.