યુક્રેન યુદ્ધ બાદ અમેરિકી આર્થિક પ્રતિબંધોનો ભોગ બનેલા રશિયાએ માત્ર ત્રણ મહિનામાં ભારત અને ચીનને તેલ, કોલસો અને ગેસ વેચીને 24 અબજ ડોલરની કમાણી કરી છે અને આનાથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સજા આપવાનો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુરોપીયન દેશોનો દાવ ઊંધો પડ્યો છે. રશિયા પાસેથી તેલ લેવાના મુદ્દે અમેરિકાએ ભારતને ઘણી વખત ધમકી આપી છે, પરંતુ મોદી સરકાર તેના મિત્ર રશિયા સાથે ઉભી છે અને સસ્તા દરે તેલ અને કોલસો ખરીદવાનો સીલસીલો ચાલી રહ્યો છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મે મહિનાના અંત સુધીમાં ચીને રશિયા પાસેથી તેલ, ગેસ અને કોલસો ખરીદવા માટે 18.9 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આ દરમિયાન, ભારતે પણ રશિયા પાસેથી 5.1 અબજ ડૉલરની ઊર્જા આયાત કરી છે. આ એક વર્ષ પહેલા કરતા 5 ગણું વધારે છે. આ રીતે રશિયાને વર્ષ 2021ની સરખામણીમાં ભારત અને ચીન પાસેથી 13 અબજ ડોલરની વધારાની આવક મળી છે. જ્યારે ભારત અને ચીને વધુ ખરીદી કરી છે અને ત્યારે અમેરિકા અને અન્ય દેશોએ રશિયાને સજા આપવા માટે તેલ અને ગેસની ખરીદીમાં ઘટાડો અથવા તો પ્રતિબંધ મૂક્યો છે.
ભારત-ચીનના આવા પગલાથી રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો અસરકારક રહ્યા નથી. આ નિયંત્રણોના કારણે તેલ અને ગેસના ભાવ આસમાને છે, જેના કારણે મોંઘવારી તેની ટોચ પર છે, જેના કારણે મોટી અર્થવ્યવસ્થાઓને મંદીમાં જવાનો ભય છે. વિશ્લેષક લૌરી મયલ્લયવિર્તા કહે છે કે, ચીન પહેલાથી જ પાઈપલાઈન અને પેસિફિક મહાસાગર બંદરો દ્વારા રશિયા જે નિકાસ કરી શકે છે તે આયાત કરી રહ્યું છે અને ભારત એટલાન્ટિક મહાસાગરમાંથી નીકળતી રશિયન ચીજવસ્તુઓનો મુખ્ય આયાતકાર છે, જેને યુરોપ હવે લેવા માંગતું નથી.
લૌરીએ કહ્યું કે આ સમયગાળો હજુ પૂરો થવાનો નથી. ગયા વર્ષની સરખામણીમાં એનર્જીના ભાવ હજુ પણ ખૂબ ઊંચા છે. રશિયા તેલની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવા પર પૂરું જોર લગાવી દીધું છે. જો કે, ચીન અને ભારત હજુ પણ યુરોપ કરતાં આ વર્ષે રશિયા પાસેથી ઓછું તેલ ખરીદવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું કે યુરોપીયન પ્રતિબંધોને કારણે તેલ અને ગેસની ખરીદી ઘણી ઓછી થવા જઈ રહી છે આ ઉપરાંત રશિયાએ ઘણા દેશોને ગેસ સપ્લાય પણ બંધ કરી દીધો છે અને રશિયા લાંબા સમયથી ભારત અને ચીન સાથે ગાઢ વેપાર અને વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.