રશિયા પાસે ભારત ખરીદશે 21 મિગ-29 અને 12 સુખોઈ-30 વિમાનો

ગલવાન ખીણમાં ચીની સેના સાથેના હિંસક સંઘર્ષ બાદ ભારત પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે તનાવનો સામનો કરી રહ્યુ છે.

બીજી તરફ ભારતની વાયુસેનાને બે મોરચા પર પડકારનો સામનો કરવા માટે ફાઈટર જેટ્સની સખત જરૂર છે. આ પડકારને પહોંચી વાળવા માટે ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી 21 નવા મિગ-29 અને 12 સુખોઈ-30 વિમાનો ખરીદવા માટેનો પ્રસ્તાવ સરકારને મોકલી આપ્યો છે.

આ બધાની વચ્ચે રશિયાએ કહ્યુ છે કે, ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે વહેલી તકે આ જેટ્સ ભારતને આપવા માટે તૈયાર છે.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયા હાલમાં મિગ-29 વિમાનોને વધારે આધુનિક બનાવી રહ્યુ છે.એક વખત આ પ્રોજેક્ટ પુરો થશે તે પછી આ વિમાનો ચોથી પેઢીના ફાઈટર જેટ્સની સમકક્ષ થઈ જશે.

ભારતીય વાયુસેના પહેલેથી જ મિગ 29 વિમાનોનો ઉપયોગ કરી રહી છે.આધુનિકકરણ બાદ તેની હથિયારો લઈ જવાની અને ઉડાન ભરવાની ક્ષમતામાં વધારો થશે.તે આગામી 40 વર્ષ સુધી સેવા આપવા માટે સક્ષણ રહેશે.

બીજી તરફ ભારત

રશિયા પાસે વધુ 12 સુખોઈ 30 વિમાનો ખરીદવા જઈ રહ્યુ છે.સુખોઈ વિમાનોનો મોટો કાફલો ભારત પાસે છે.હવે સુખોઈને બ્રહ્મોસ મિસાઈલથી સજજ કરવા માટે પણ લીલી ઝંડી મળી ગઈ છે.

વાયુસેનાનુ માનવુ છે કે, મિગ 29 નુ માળખુ બહુ મજબૂત છે.ઉપરાંત ભારતીય વાયુસેનાના પાયલોટો માટે આ વિમાન પરિચિત છે ત્યારે બીજા 21 વિમાન રશિયા પાસે ખરીદવાનો સોદો ભારત માટે ફાયદાકારક રહેશે.ભારતને આ વિમાનો ખરીદવા કુલ 6000 કરોડ ચુકવવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.