રશિયાએ કરી બીજી કોરોના વેક્સિન તૈયાર, કોઈ સાઈડ ઈફેક્ટ નહીં હોવાનો દાવો

 

રશિયાએ કહ્યુ કે તેને કોરોના વાઈરસની એક નવી વેક્સિન તૈયાર કરી લીધી છે. અગાઉ 11 ઓગસ્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યુ હતુ કે રશિયાએ કોરોના વાઈરસની સફળ વેક્સિન તૈયાર કરી લીધી છે. એવુ કરનારા રશિયા પહેલો દેશ બની ગયો હતો. રશિયાએ પહેલી કોરોના વેક્સિનના ઉપયોગની પરવાનગી પણ આપી દીધી હતી.

હવે રશિયાએ બીજી વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર રશિયાનુ કહેવુ છે કે પહેલી વેક્સિનની જે સાઈડ ઈફ્કેટ સામે આવી હતી, તે નવી વેક્સિન લગાવવા પર હશે નહીં.

રશિયાએ પહેલી વેક્સિનનું નામ Sputnik5 રાખ્યુ હતુ. બીજી વેક્સિનને EpiVacCorona નામ આપવામાં આવ્યુ છે. રશિયાએ EpiVacCorona વેક્સિનનું નિર્માણ સાઈબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલૉજી ઈન્સ્ટિટ્યુટમાં (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઑફ વાયરોલૉજી એન્ડ બાયોટેક્નોલોજી) માં કર્યુ છે. પહેલા આ ઈન્સ્ટિટ્યુટ ટૉપ સિક્રેટ બાયોલોજિકલ વેપન રિસર્ચ પ્લાન્ટ હતો.

રશિયા વૈજ્ઞાનિકોનો દાવો કર્યો છે કે EpiVacCorona વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં પૂરો થશે પરંતુ 57 વોલેન્ટિયર્સને વેક્સિન લગાવાઈ છે, તેમાંથી કોઈને પણ સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડતો નથી. તમામ વૉલેન્ટિયર સ્વસ્થ છે અને સારૂ અનુભવી કરી રહ્યા છે.

EpiVacCoronaની પણ બે ખોરાક લગાવાશે. પહેલી ખોરાકના 14થી 21 દિવસના બાદ બીજી ખોરાક આપવામાં આવશે. રશિયાને આશા છે કે ઓક્ટોબર સુધી આ વેક્સિનને રજિસ્ટર કરી લેવામાં આવશે અને નવેમ્બરથી આનુ ઉત્પાદન શરૂ થઈ જશે.

વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઑફ વાયરોલૉજી એન્ડ બાયોટેકનોલોજીએ કોરોના વાઈરસની 13 સંભવિત વેક્સિન પર કામ કર્યુ હતુ. લેબમાં જાનવરો પર આ વેક્સિનની તપાસ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચીન, અમેરિકા અને બ્રિટન પણ કોરોનાની સફળ વેક્સિન તૈયાર કરવામાં લાગેલા છે અને ત્રણેય ય દેશની કેટલીક વેક્સિનના ફેઝ-3 ટ્રાયલ ચાલી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.