રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયાએ કોરોના વાયરસની વેક્સિન સફળતાપૂર્વક બનાવી લીધી છે. પરંતુ દૂનિયા આખી રશિયાને શંકાની નજરે જોઇ રહી છે, તેમજ રશિયાની આ રસી અંગે ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે.
1. રશિયાની રસી પર સવાલો ઉઠવાનું સૌથી મોટું કારણ તો એ છે કે રશિયાએ રસી અંગે એટલી માહિતિ સાર્વજનિક નથી કરી, જેટલી બ્રિટન અને અમેરિકાએ કરી છે. ક્યારે ટ્રાયલ શરુ થયું? કેટલો સમય ચાલ્યુ? કેટાલા લોકોને તેમાં સામેલ કર્યા? રસીની કોઇ સાઇડ ઇફેક્ટ છે કે નહીં? વેક્સીન લગાવ્યા બાદ કેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો? આ પ્રકારની પૂરતી માહિતિ રશિયાએ સાર્વજનિક કરી નથી.
2. કોઇ પણ રસી માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. આ તબક્કામાં હજારો લોકો પર લાંબા સમય સુધી વેક્સીની ટ્રાયલ કરવામાં આવે છે. જ્યારે રશિયામાં આ પ્રકારનું ક્લિનિકલ ટ્રાયલ હજુ પુરુ થયું નથી.
3. રશિયાની વેક્સીનનું શરાતનું પરીક્ષણ વાંદરાઓ અને માણસો પર કરવામાં આવ્યું હતું. રશિયાને આ પરીક્ષણમાં કથિત રીતે સફળતા પણ મળી હતી. પરંતુ વેક્સીન તૈયાર કરનાર કંપનીએ મોટા પાયે રસીનું પરીક્ષણ કર્યુ નથી., જેનાથી તેની સુરક્ષા અને જોખમનું પરીક્ષણ થઇ શકે.
4. ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટ પ્રમાણે દૂનિયાને ચિંતા છે કે રશિયા રાજનીતિ અને પ્રોપેગેન્ડાના કારણે ઉતાવળે રસીના સફળ થયાનો દાવો કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ ગયા અઠવાડિયે ચેતવણી આપી ચુક્યું છે કે રશિયાએ પરંપરાગત રીતે વેક્સીનનું ટ્રાયલ કરવું જોઇએ.
5. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાભરની તમામ વેક્સીનની યાદી બનાવી છએ જેના પર કામ ચાલી રહ્યું છે. આ લિસ્ટની અંદર રશિયાની વેક્સીનને સામેલ કરવામાં આવી નથી.
6. ન્યૂયોર્ક ટાઇમ્સનું કહેવું છે કે ગયા અઠવાડિયે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયને આ રસીના ટ્રાયલ અને સાઇડ ઇફેક્ટ અંગે સવાલ મોકલ્યા, પરંતુ તેના જવાબ મળ્યા નથી.
7. આ પહેલા બ્રિટન, અમેરિકા અને કેનેડા આરોપ લગાવી ચુક્યા છે કે રશિયા કોરોના વાયરસની રસી અંગેના સંશોધન ચોરી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ બધા કારણોસર રશિયાએ વિકસાવેલી કોરોનાની રસી પર શંકાની નજરે જોઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.