રશિયાએ કીવ પર કબ્જો કરવાનો માસ્ટર પ્લાન ઘડ્યો…

રશિયાન સેનાનો યૂક્રેન પર હુમલો ચાલુ છે. કીવ, ખારકીવ, સુમી, મારિયૂપોલ, ઓડેસા સહિત યૂક્રેનના કેટલાંય શહેરો રશિયન બોમ્બારથી થથરી ગયા છે. રશિયા હવે ટેન્ક-એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલોની સાથે જ બંને તરફથી યૂક્રેમનને ઘેરી રહ્યા છે.અને રશિયન સેના કીવ પર કબ્જા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે.

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 16મો દિવસ છે. પરંતુ યુદ્ધ થોભવાનું નામ લઇ રહ્યું નથી. સ્થિતિ એવી છે કતે યૂક્રેનની રાજધાની કિવ પર રશિયાન રાષ્ટ્રપતિ પુતિનની નજર છે. રશિયન સેના હવે કિવને બંને બાજુથી ઘેરી રહ્યું છે. સાથો સાથ રાજધાની કિવ પર ટેન્ક-એનટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી હુમલા તેજ થઇ ગયા છે. ઉત્તરમાં ઇરપિન અને પૂર્વમાં બ્રોવરી પર રશિયન સેના સતત હુમલા કરી રહ્યું છે. ઉત્તરમાં ઇરપિન અને પૂર્વમાં બ્રોવરી પર રશિયન સેના સતત હુમલા કરી રહ્યું છે. બંને બાજુથી હુમલાથી યૂક્રેન થથરી ગયું છે. રશિયન સેના હવે કિવ પર કબ્જા માટે ઝડપથી આગળ વધી રહ્યા છે.અને આપને જણાવી દઇએ કે રશિયા એ યૂક્રેન પર ચઢાઇ કરવા માટે ક્રીમિયાના રસ્તાને પણ વિકલ્પ તરીકે ઉપયોગ કરીને પ્લાન બનાવ્યો છે.

એજન્સીના મતે રશિયન-યૂક્રેન પર ટેન્ક, પેરાટ્રૂપર્સ, એન્ફએંટ્રી, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી હુમલા કરી રહ્યા છે. એવામાં યૂક્રેનની તરફથી દાવો કરાયો છે કે તેણે બ્રોબરીમાં રશિયાને જડબાતોડ જવાબ આપતા 5 રશિયન ટેન્કને નષ્ટ કરી દીધી.અને સાથો સાથ તેમની સેના રશિયાના સૈનિકોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

એક ખાનગી અમેરિકન કંપનીએ પાછલા દિવસોમાં એક સેટેલાઇટ ઇમેજ રજૂ કરી છે. તેમાં જોઇ શકાય છે કે યુદ્ધની શરૂઆતમાં રાજધાની કીવને રશિયન સેનાએ અંદાજે 60 કિલોમીટર સુધીના એરિયામાં ઘેરી રાખી હતી. જો કે વચ્ચે મોટાપાયા પર વિખેરાય ગઇ હતી પરંતુ હવે ફરીથી રશિયન સેના તૈનાત થઇ ગઇ છે. સેટેલાઇટ ઇમેજમાં એક મોટો રશિયન સેનાનો કાફલો દેખાય છે.અને તેને છેલ્લી વખત અંટોનોવ એરપોર્ટની પાસે કીવના ઉત્તર-પશ્ચિમમાં જોયા હતા.

અમેરિકાની ખાનગી કંપની મેક્સાર ટેકનોલોજીએ સેટેલાઇટ ઇમેજ રજૂ કરતાં કહ્યું કે બખ્તરબંધ એકમો એરપોર્ટની નજીકના આસપાસના શહેરોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. અને સાથો સાથ કાફલાની આગળ ઉત્તરમાં લુબ્યંકાની પાસે તોપ ફાયરિંગ પોઝિશનમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.