યૂક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ મોટું નિવેદન આપ્યું છે. રશિયાએ યૂક્રેનને વાતચીત પર વિચાર કરવા માટે 2 કલાકનો સમય આપ્યો છે. આ અગાઉ યૂક્રેને બેલારુસમાં મંત્રણાની ઓફર ઠુકરાવી દીધી હતી. હવે રશિયાએ કહ્યું છે કે યૂક્રેને બે કલાકમાં વિચારવું જોઈએ કે વાત કરવી કે નહીં.અને નહીં તો, રક્તપાત માટે યૂક્રેન જવાબદાર રહેશે.
તો બીજી તરફ યૂક્રેનના સંરક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા 3 દિવસમાં આ યુદ્ધને કારણે રશિયાને ઘણું નુકસાન થયું છે. 27 એરોપ્લેન, 26 હેલિકોપ્ટર, 146 ટેન્ક, 49 તોપો, 30 ઓટોમોબાઈલ સાધનો, 2 BPLA OTR, 60 સિસ્ટર્ન, 2 જહાજો/બોટ, 1 ZRK BUK સહિત 706 યુદ્ધ આર્મર્ડ કારનો નાશ કરવામાં આવ્યો હતો.અને આ ઉપરાંત, યૂક્રેનના સંરક્ષણ પ્રધાન હેન્ના મલ્યારે એવો પણ દાવો કર્યો છે કે હુમલા દરમિયાન રશિયાએ અત્યાર સુધીમાં લગભગ 4,300 સૈનિકો ગુમાવ્યા છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીઓ કહ્યું કે યૂક્રેને રશિયા વિરુદ્ધ પોતાની અરજી ICJમાં સબમિટ કરી છે. અરજીમાં યૂક્રેને કહ્યું છે કે આક્રમણ અને નરસંહારને યોગ્ય ઠેરવવા માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. અમે રશિયાને હવે લશ્કરી પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ આપતા તાત્કાલિક નિર્ણયની વિનંતી કરી રહ્યા છીએ અને આગામી સપ્તાહથી આ અંગે ટ્રાયલ શરૂ કરવાની આશા છે.
સુરક્ષા પરિષદ રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર વિશેષ બેઠક યોજશે. આ બેઠક સોમવારે સવારે 1.30 કલાકે મળશે. આ બેઠકમાં ફરી એકવાર પશ્ચિમી દેશો રશિયા પર કડક પ્રતિબંધો લગાવવાનો પ્રયાસ કરશે. અને રશિયા તરફથી બેલારુસમાં વાતચીતની ઓફર કરવામાં આવી હતી. પરંતુ યૂક્રેને તેને ફગાવી દીધી છે. યૂક્રેન તરફથી કહેવામાં આવ્યું હતું કે મંત્રણા કરીશું પરંતુ બેલારુસમાં નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.