દુનિયાના સૌથી શક્તિશાળી દેશો પૈકીના એક રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાનુ સ્થાન મજબૂત કરી લીધુ છે.
હવે પુતિન 2036 સુધી રશિયામાં સત્તા પર રહી શકશે.આ માટે બંધારણના કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો.જેના પર રશિયાના લોકોનો અભિપ્રાય લેવા માટે સરકારે વોટિંગ કરાવવાની કવાયત હાથ ધરી હતી.
જેમાં રશિયાના લોકોએ આ ફેરફાને ભારે બહુમતિ સાથે મંજૂરી આપી દીધી છે.આમ નવા કાયદા પ્રમાણે પુતિનનો રાષ્ટ્રપતિ તરીકે વર્તમાન કાર્યકાળ સમાપ્ત થયા બાદ તેમને 6-6 વર્ષની બીજી બે ટર્મ રાષ્ટ્રપતિ તરીકે મળશે તે નિશ્ચિત થઈ ગયુ છે.આમ પુતિનના રાષ્ટ્રપતિ તરીકેના વર્તમાન કાર્યકાળ અને બીજા 12 વર્ષને ગણતરીમાં લેવામાં આવે તો તેઓ 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેશે.
રશિયામાં આ કાયદા પર કોરોનાના સંક્રમણ વચ્ચે પણ વોટિંગ યોજાયુ હતુ.મતદાનની કાર્યવાહી એક સપ્તાહ સુધી ચાલી હતી.એ પહેલા પુતિને લોકોને વિશ્વાસમાં લેવા માટે મોટુ પ્રચાર અભિયાન પણ ચલાવ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.