ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ 3 માર્ચના એ દાવાઓને ખોટા ગણાવ્યા જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે રશિયાએ યુક્રેનના શહેર ખારકીવમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢવાની સુવિધા આપવા માટે 2 માર્ચના રોજ 6 કલાક માટે યુદ્ધ રોકી દીધું હતું. યુક્રેનમાં ઉપસ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે 2 માર્ચના રોજ એડવાઇઝરી જાહેર કરીને ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને તાત્કાલિક ખારકીવ છોડવાની અપીલ કરી હતી.અને પહેલી એડવાઇઝરીમાં લખ્યું હતું કે પોતાની સુરક્ષા માટે તાત્કાલિક ખારકીવ છોડવું પડશે.
જેટલું જલદી થઈ શકે Pesochin, Babye અને Bazlyudovka તરફ આગળ વધો. કોઈ પણ રીતે આજે યુક્રેનિયન સમય મુજબ સાંજે 6:00 વાગ્યા સુધી આ સેટલમેન્ટ્સ સુધી પહોંચવું પડશે. થોડા સમય બાદ જાહેર કરવામાં આવેલી બીજી એડવાઇઝરીમાં ખારકીવમાં ખરાબ સ્થિતિને રીપિટ કરવામાં આવી અને ફરી એક વખત ભાર આપીને કહેવામાં આવ્યું કે ભારતીય નાગરિકોએ ખારકીવ તાત્કાલિક છોડવું જોઈએ. ત્યારબાદ સાંજે કેટલાક દાવા અને રિપોર્ટ્સ સામે આવ્યા જેમાં કહવામાં આવ્યું હતું કે રશિયાએ ખારકીવમાં યુદ્ધને 6 કલાક માટે રોકી દીધું હતું અને જેથી ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢી શકાય.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ગુરુવારે એટલે કે 3 માર્ચના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું અમને વિશિષ્ટ ઈનપુટ મળ્યા છે કે આ રુટ ઉપલબ્ધ છે.અને અમે પોતાના નાગરિકોને જણાવ્યું અને ખુશી છે કે ઘણા લોકો સુરક્ષિત પહોંચી શક્યા. તેમણે આગળ કહ્યું કે એમ કહેવું એકદમ ખોટું છે કે કોઈ બોમ્બ વર્ષ રોકી રહ્યું છે કે આપણી સાથે કો-ઓર્ડિનેશમાં એવું કંઈક થયું છે. બુધવારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કોલ પર વાતચીત પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.