રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે સ્માર્ટફોન્સ થઈ શકે છે મોંઘા! આ છે કારણો…

રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. યુક્રેને પણ પાછળ ન હટવાનો નિર્ણય કરી લીધો છે. આ યુદ્ધની અસર અન્ય દેશો પર પણ થઇ રહી છે,અને આ યુદ્ધના કારણે પહેલાથી જ ચિપ શોર્ટેઝનો સામનો કરી રહેલી ઇન્ડસ્ટ્રી પર વધુ ખરાબ અસર થશે.

એના કારણે સ્માર્ટફોન પણ મોંઘા થઇ શકે છે. રિસર્ચ ફર્મ Techceના અનુસાર યુક્રેન નિયોન ગેસનો સૌથી મોટો પ્રોડ્યુસર છે, જેનો ઉપયોગ ચિપ બનાવવામાં ઉપયોગી લેઝર બનાવવા માટે થાય છે. અને આ U.S. Semiconductor-grade neonના 90 ટકા સપ્લાય કરે છે.

ન્યુઝ એજન્સી રોયટર્સે કહ્યું કે, પેલેડીયમનો 35 ટકા સોર્સ રશિયા જ છે. આ રેયર મેટલનો યુઝ પણ સેમીકંડકટર બનાવવા માટે કરવામાં આવે છે. આ બંનેની વચ્ચે તણાવ હોવાના કારણે આ એલિમેન્ટસનો એક્સપોર્ટ ઓછું થઇ ગયો છે અને તેનાથી મોટી કંપનીઓ જેવી કે Intelને નુકશાન થઇ શકે છે,અને જે 50 ટકા નિયોન Eastern Europe થી લે છે.

JPMorganના અનુસાર કંપનીઓ ચીન, અમેરિકા અને કેનેડા જઈને સપ્લાયને બુસ્ટ કરી શકે છે. પણ તેને હજુ વધારે સમય લાગશે. માઈક્રો-ચિપની શોર્ટેઝ વર્ષ 2021ની સૌથી મોટી સમસ્યા હતી.અને અનેક એનાલિસ્ટોએ અંદાજો લગાવ્યો હતો કે, આ સમસ્યા વર્ષ 2022મા ખતમ થઇ જશે.

પણ, હવે આ યુદ્ધના કારણે આ શક્ય થશે એવું લાગતું નથી. અમેરિકાએ રશિયા પર જે પ્રતિબંધો લગાવવાની વાત કરી છે, અને તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે માઇક્રોચિપની સપ્લાયને રશિયા બંધ કરી દેશે.

ચિપ બનાવનાર કંપનીઓ એક-બે અઠવાડિયા સુધી આ સમસ્યાને હોલ્ડ પર રાખી શકે છે. પણ, વધુ સમય માટે સપ્લાય બંધ રહી તો તેનો મોટો અસર આ ઇન્ડસ્ટ્રી પર જોવા મળશે. અને આનાથી સેમી કંડકટરનું પ્રોડક્શનને તો અસર થશે જ સાથે માઈક્રોચિપ બનાવનાર પ્રોડક્ટ્સ જેવા કે, સ્માર્ટફોન્સ, કાર પણ મોંઘા થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.