રશિયા- યુક્રેન યુદ્ધની અસર આખી દુનિયા પર પડી રહી છે.અને ભારતની પણ એક સૌથી મોટી બેંકના કરોડો રૂપિયા સલવાયા હોવાનું જાણવા મળ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની બધી બેંકો પાસેથી ફીડ બેક મેળવી રહ્યું છે.
યુક્રેન પર હુમલા પછી રશિયા આખી દુનિયાના દેશોના નિશાના પર છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની જેવા દેશોએ રશિયા પર કડકમાં કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. પણ રશિયા સામે જો કોઇ સૌથી પ્રભાવક પ્રતિબંધનું પગલું લેવાયું હોય તો એ છે કે રશિયાને SWIFTમાંથી બહાર કરી દેવાયું છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ SWIFTમાંથી દુનિયાના દેશોએ તેને બહાર કરી દીધું છે. તેને કારણે જે કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓને મુશ્કેલી આવી શકે છે જેનું રશિયામાં એક્સપોઝર હોય. ભારતીય બેંકોની વાત કરીએ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ને થોડી અસર થઇ શકે છે. અને એક અહેવાલ મુજબ SBIનું રશિયામાં એક્સ્પોઝર 10 મિલિયન ડોલર એટલે કે 75 કરોડ રૂપિયાથી ઓછુ છે.
અહેવાલો મુજબ સ્ટેટ બેંકનું આ એક્સ્પોઝર ટ્રાન્જેક્શન સંબંધિત છે. રશિયન કંપનીઓ સાથે ટ્રાન્ઝેકશન પર પ્રતિબંધ લાગ્યા પછી રિઝર્વ બેંક એ વાતનું સમાધાન શોધવામાં લાગી ગઇ છે કે રશિયામાં ફસાયેલું પેમેન્ટ કેવી રીતે રિકવર કરી શકાય. આના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની બધી બેંકો પાસેથી માહિતી ભેગી કરી રહી છે.
જો કે બેંકર્સનું માનવું છે કે પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, સંબંધિત બેંકો અને નાણાંકીય સંસ્થાઓને પોતાના SWIFT ઓપરેશન બંધ કરવા માટે 10 દિવસનો સમય મળશે. સામાન્ય રીતે પ્રતિબંધની સ્થિતિમાં જે વ્યવહારો પહેલેથી એટલે કે પ્રતિબંધ લાગૂ થયા પહેલાં પ્રોસેસ થયા હોય તેને પુરા કરી દેવામાં આવે છે. જયારે ઇરાન પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા ત્યારે પણ આવી છૂટ મળી હતી. તેને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે SBIને પણ 10 દિવસનો સમય મળશે અને જેમાં આખા ટ્રાન્ઝેકશનને રિકવર કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.