યુક્રેન પર હુમલો કરનાર રશિયાએ હવે સ્વીડન અને ફિનલેન્ડને ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે જો બંને દેશો નાટોમાં જોડાય છે તો તેમના પરિણામો યુક્રેન જેવા ભયંકર હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય દ્વારા સ્વીડન અને ફિનલેન્ડને નાટોમાં સામેલ ન થવા માટે કહેવામાં આવ્યું છે. જો આમ થશે તો તેના પરિણામો ભયંકર આવશે. ક્રેમલિનનું નિવેદન એવા સમયે આવ્યું છે અને જ્યારે રશિયન દળો યુક્રેનની રાજધાની કિવમાં ઘૂસી ગયા છે અને કબજાનું યુદ્ધ અંતિમ તબક્કામાં છે.
રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને સત્તા પરથી હટાવવાની લડાઈ વધુ તીવ્ર બનાવી છે. અહેવાલ છે કે રશિયન પેરાટ્રૂપર્સ કિવમાં પ્રવેશ્યા છે. દરમિયાન રશિયા તરફથી પણ મંત્રણા માટે પ્રતિનિધિમંડળ મોકલવાની વાત થઈ છે. સ્પુટનિકના અહેવાલ મુજબ, પુતિન ટૂંક સમયમાં ઝેલેન્સ્કી સાથે વાતચીત માટે તેમનું પ્રતિનિધિમંડળ મોકલી શકે છે.ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલય, સંરક્ષણ અને વહીવટી અધિકારીઓ સહિત એક રશિયન રાજદ્વારી પ્રતિનિધિમંડળને યુક્રેન સાથે વાતચીત માટે મિન્સ્ક મોકલવામાં આવી શકે છે. અને રશિયા દ્વારા એવી અપીલ કરવામાં આવ્યા બાદ આ નિવેદન આવ્યું છે કે જો યુક્રેન આત્મસમર્પણ કરવા તૈયાર હોય તો તે વાતચીત માટે તૈયાર છે. જોકે, યુક્રેને આ ઓફર ફગાવી દીધી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે આજની રાત બાકીના દિવસ કરતાં વધુ મુશ્કેલ હશે. આપણા દેશના ઘણા શહેરો હુમલાની ઝપેટમાં છે. શેરનિહિવ, સુમી, ખાર્કિવ, ડોનબાસ, દેશના દક્ષિણમાં સ્થિત શહેરો પણ. પરંતુ અમે અમારી રાજધાની કિવને ગુમાવી શકીએ નહીં.યુએન સુરક્ષા પરિષદે યુએસ અને અલ્બેનિયા દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કર્યું હતું. તેણે રશિયન આક્રમણ, હુમલો અને યુક્રેનિયન સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરી.અને આ સાથે, ઠરાવમાં યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. રશિયન હુમલાને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.જો કે, શનિવારે વહેલી સવારે યુએનએસસીમાં રજૂ કરાયેલા ઠરાવ પર મતદાન દરમિયાન ભારત અને ચીને પોતાને મતદાનથી દૂર રાખ્યા હતા. બંનેએ અન્ય દેશની સાર્વભૌમત્વનું સન્માન કરવાની અને યુએન ચાર્ટરના મહત્વને ઉજાગર કરીને વાટાઘાટોમાં પાછા ફરવાની વાત કરી. યુએનના ઠરાવમાં ડોન્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશોના કેટલાક વિસ્તારોને સ્વતંત્ર રાજ્યો તરીકે માન્યતા આપવાના યુક્રેનના નિર્ણયને તાત્કાલિક પલટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.