પૂર્વ કમિશનર અને IPS અધિકારી રશ્મિ શુક્લા વિરુદ્ધ નોંધાઇ FIR જાણો કેમ

મહારાષ્ટ્રની પુણે પોલીસે પૂર્વ પોલીસ કમિશનર અને આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા વિરુદ્ધ FIR નોંધી છે. અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા પરમબીર સિંહ પછી તે બીજા આઈપીએસ છે જેમની સામે ગુનો નોંધાયો છે.

ગેરકાયદે ફોન ટેપિંગ કેસમાં શુક્લા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.પુણેના એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે રશ્મિ શુક્લા હાલમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. હાલમાં તે CRPF હૈદરાબાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ છે.અને તે અગાઉ પુણેના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.