રાજકીય હરિફોને પતાવવાની માનસિકતા આખા વિશ્વમાં એક સરખી દેખાય છે. રશિયાના પ્રમુખ પુતીનના કટ્ટર હરિફ એલેક્સી નાવાલ્નીને ઝેરની અસરના કારણે તબીયત બગડતાં એક હોસ્પિટલના આઇસીયુમાં વેન્ટીલેટર પર રખાયા હતા. તેમના સમર્થકોએ સત્તાધારી પક્ષનું ષડયંત્ર ગણાવ્યું હતું અને આ ઘટનાને રાજકીય દ્રષ્ટીએ જુએ છે.
ચામાં ઝેર અપાયું હોવાની શંકા
માવાલ્નીની પ્રવકતા કિરા યરમિશે કહ્યું હતું કે ગુરૂવારે સવારે વિમાનમાં બેસતા પહેલાં નાવાલ્નીએ ચામાંથી ઝેરી પીણું પીધું હશે અથવા તેને અપાયું હશે. ફલાઇટ દરમિયાન નાવાલ્નીને ખુબ પરસેવો થયો હતો અને એણે વાત કરવા કહ્યું હતું કે જેથી તે કોઇનો અવાજ સાંભળી શકે. ત્યાર પછી એ બાથરૂમ ગયા અને ત્યાં બેભાન બની ગયા હતા.
રશિયન રાષ્ટ્રપતિ શંકાના ઘેરામાં
‘જો પુતિને નાવાલ્નીને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હશે તો તેઓ ખરેખર ખુબ જ ખરાબ કરી રહ્યા હોય એવું લાગે છે’ એમ નાવાલ્નીના ગાઢ સાથી વ્લાદિમીર મિલોવે કહ્યું હતું. હાલમાં નાવાલ્નીની ઓન્સક એમ્બયુલેન્સમાં સારવાર કરાઇ રહી છે. તેઓ કોમામાં સરી પડયા હતા જે ખરેખર ખુબ જ ખરાબ સ્થિતિ છે.હોસ્પિટલના ડોકટરોએ આ અંગે મૌન જાળવી લીધું હતું.
ઇરાદાપૂર્વક ઝેર અપાયું હોવાની વાતને પોલીસે નકારી
સરકારી સમાચાર સંસ્થા અનુસાર, નાવાલ્નીને ઇરાદાપૂર્વક ઝેર અપાયું હોય તેવું પોલીસ માનતી નથી. જો કે એક સ્ત્રોતે કહ્યું હતું કે ગઇ કાલે નાવાલ્નીએ પોતે કંઇ પીધું હોય તેવું લાગતું નથી. હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું કે ડોકટરો ઝેરી અસર સહિતની સારવાર કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.