રશિયાથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આવી ભારત, જાણો તેની વિશેષતા…

ભારતને રશિયા દ્વારા S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો પહેલો પુરવઠો મોકલી આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાને પહોંચી વળવામાં સક્ષમ S-400 મિસાઈલને પંજાબ સેક્ટરમાં તહેનાત કરવામાં આવી છે. જ્યાં ચીન અને પાકિસ્તાનની કોઈ પણ હરકતનો જવાબ આપી શકશે. સરકાર સાથે જોડાયેલા અધિકારીઓએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, S-400 મિસાઇલ સિસ્ટમને પંજાબ સેક્ટરમાં તહેનાત કરવામાં આવી છે.

મિસાઇલ સિસ્ટમના પાર્ટ હવાઈ અને સમુદ્રી માર્ગથી ભારત પહોંચ્યા છે અને તેને જલદી જ નક્કી જગ્યાઓ પર તહેનાત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, મિસાઇલ સિસ્ટમની પહેલી સ્કવોડ્રન આ વર્ષના અંત સુધી ભારતને મળી જશે અને ત્યારબાદ ઈસ્ટર્ન ફ્રન્ટ પર ફોકસ કરવામાં આવશે. આ મિસાઇલ જમીનથી હવામાં માર કરે છે જેથી ભારતની મારક ક્ષમતા વધુ મજબૂત થઈ જશે. S-400માં સુપરસોનિક અને હાઇપર સોનિક મિસાઈલો હોય છે જે ટાર્ગેટને ભેદવામાં માહેર છે. ભારતે રશિયા સાથે S-400 મિસાઇલ સિસ્ટમ માટે ઓક્ટોબર 2019માં સમજૂતી કરી હતી. એ હેઠળ 5.43 અબજ ડોલરમાં પાંચ S-400 રેજિમેન્ટ ખરીદવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સોમવારે વાતચીત કરી હતી. આ બાબતે વડાપ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું કે, વ્લાદિમીર પુતિન હાલમાં ભારતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન થયેલી વાતચીતને આગળ વધારવા પર અમે ચર્ચા કરી. અમે ફર્ટિલાઇઝરની સપ્લાઈ સહિત બંને દેશો વચ્ચે સહયોગ વધવા પર સહમત છીએ.

આ મિસાઇલ જમીનથી માર કરતી હોવાથી ભારતની મારક ક્ષમતા વધુ મજબૂત થશે.

S-400માં સુપરસોનિક અને હાઇપર સોનિક મિસાઈલો રહેલી હોય છે, જે ટાર્ગેટને ભેદવામાં માહેર છે.

S-400ને દુનિયાના સૌથી આધુનિક હથિયાર ગણવામાં આવે છે.

તેની મદદથી રડારના પકડમાં ન આવનારા વિમાનોને પણ મારી શકાય છે.

આ મિસાઇલ દુશ્મનના લડાકુ વિમાનો, ડ્રોન, મિસાઇલ અને અહીં સુધી કે છૂપાયેલા વિમાનોને મારવામાં પણ સક્ષમ છે.

S-400ના લોન્ચરથી 3 સેકન્ડમાં 2 મિસાઇલ છોડી શકાય છે.

તેનાથી છૂટેલી મિસાઈલો 5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છૂટે છે અને 35 કિલોમીટરની ઊંચાઈ સુધી વાર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.