સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં લખતી વખતે ટ્રમ્પથી થઈ આ ભૂલ

છેલ્લા કેટલાય દિવસોથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાહ જોવાઈ રહી હતી, અમદાવાદનું મોટેરા સ્ટેડીયમ દુલ્હનની જેમ સ્જાવાયું હતું તેમજ એરપોર્ટથી મોટેરા સુધીના રસ્તાઓ પર રાતોરાત ચમક લાવી દેવામાં આવી હતી ત્યારે અંતે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા. વડાપ્રધાન નરેદ્ર મોદી તેમનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.

ત્યારબાદ તેઓ સૌથી પહેલા ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ ગયા. સાબરમતી આશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવી, ગાંધી આશ્રમ અંગેની માહિતી -જાણકારી આપતા તેઓ જોવા મળ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો, સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ધર્મપત્ની મલેનીયા ટ્રમ્પ પણ હાજર રહ્યા.ગાંધી આશ્રમમાં ટ્રમ્પે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનીયા ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદીએ ચરખા વિશે પણ જણાવ્યું. તો સાબરમતી આશ્રમની પરંપરા પ્રમાણે ત્યાં આવતા દરેક મહાનુભાવ વિઝીટર બુક પર સંદેશ લખતા હોય છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનીયાએ વિઝિટર બુક પર સંદેશ લખ્યો. તેમણે લખ્યું કે-‘મારા મહાન મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અદ્ભુત યાત્રા માટે ધન્યવાદ

સોશિયલ મિડિયા પર લોકો કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સાબરમતી આશ્રમ જઈને ગાંધીજીની વિશે કઈ ના કહ્યું અને લખ્યું. તેમણે મહાત્મા ગાંધી વિશે પણ બે શબ્દો લખવા જોઈતા હતા, તેમનાથી ચૂક થઇ ગઈ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.