અમદાવાદ શહેરની નવી ઓળખ બનેલું સાબરમતી રીવરફ્રન્ટ માત્ર અમદાવાદીઓને જ નહીં પણ બહારથી આવતા લોકોને પણ હરવા ફરવાનો એક વિકલ્પ પૂરો પાડે છે. હાલમાં નદીની બંને બાજુ 11.5 કિમીનો વૉક વે બનેલો છે
પૂર્વ વિસ્તારમાં નરોડા, સરદારનગર, હાંસોલ તેમજ શાહીબાગ ઉપરાંત પશ્ચિમના સાબરમતી, મોટેરા તેમજ ચાંદખેડાના લોકો પણ રીવરફ્રન્ટની મજા માણી શકશે. સાબરમતી રીવફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી આશરે રૂ.850 કરોડના ખર્ચે બીજો તબક્કો શરૂ થશે ત્યારે આ કામ કરવામાં આવશે
બીજા તબક્કામાં છેક ઈન્દિરા બ્રીજ સુધી તેનો વિકાસ કરવામાં આવશે. જ્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન જીમ સહિતની અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. બીજા તબક્કા માટેના કોન્સેપ્ટ તથા પ્લાનિંગ માટેનું મોટાભાગનું ડીઝાઈનીંગ ખતમ થઈ ચૂક્યું છે. આ સાથે એક ફૂડ એરિયા પણ તૈયાર કરવાનું પ્લાનિંગ છે. કુલ મળીને 5.8 કિમીનો આ સાઈટ પર ઉમેરો થશે. એટલે રીવરફ્રન્ટ વધારે મોટું તથા લાંબુ થશે.
આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઈન્ટેનન્સ દરમિયાન 10થી 15 દિવસ સુધી શહેર માટે પાણીનું સ્ટોરેજ પણ કરી શકાશે. આ નવો પ્રોજેક્ટ તૈયાર થઈ જતા ટ્રાફિકનું ભારણ પણ ઘટી જશે. હાલમાં નહેરૂ બ્રીજ પાસેના વિસ્તારમાં રીવરફ્રન્ટ પાસે ડેવલપમેન્ટ કાર્ય ચાલી રહ્યું છે. અત્યારે પણ શાહીબાગ સુધી જવા માટે ઘણા બધા લોકો રીવરફ્રન્ટના રસ્તાનો ઉપયોગ કરે છે. આ નવો રોડ થવાથી મણિનગર, નારોલ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત તથા રીંગરોડ જવા માટે આ રસ્તો વધું ઉપયોગી સાબિત થશે.ગાં
ગાંધીનગર જિલ્લાના બે ગામની નદી પૈકી 20 હેક્ટર જમીન મેળવવાની કામગીરી ચાલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.