સચિન GIDC માં હવે રાત્રે ટેન્કર પ્રવેશ ઉપર પ્રતિબંધ રાત્રે 8 થી સવારે 7 સુધી પ્રતિબંધ …

સુરત ના સચિન જીઆઇડીસીમાં મોડીરાત્રે ઘૂસીને કેમિકલ ઠાલવવામાં આવી રહ્યુ હોવાછતાં પોલીસને આવા ટેન્કર કેમ દેખાતા નહિ હોય તેવા સવાલો ઉઠ્યા છે.ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા વેસ્ટ જલદ કેમિકલને ડાયલૂટ કરવા માટે ઘણી કંપનીઓ લાખો રૂપિયા લેતી હોય છે અને આ રૂપિયા બચાવવા માટે કેમિકલ માફિયા આ વેસ્ટ કેમિકલ સચિન જીઆઇડીસીની આજુબાજુની ખાડીમાં નાખી દેતા હોય છે અને આ બાબતે સતત વોચ રાખવાની જીપીસીબી અને પોલીસની સીધી જવાબદારી છે છતાં તે આ કૌભાંડ અટકતું ન હતું અને તેના કારણે 6 કામદારોને મોત થયું હતું અને 23 લોકો બેભાન થઈ ગયા બાદ આખી વાસ્તવિકતા બહાર આવી ગઇ છે.

પોલીસ અને જીપીસીબીની આંખ આડા કાન કરવાની આવી નીતિથી મોટાપાયે થતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો તો નોંધ્યો છે પણ તેમાં કેમિકલ સપ્લાય કરનારા, કેમિકલ ખાડીમાં નાખનારા સામે જ કાર્યવાહી થશે પરંતુ આવું કૃત્ય કરનારાઓને રૂપિયાના જોરે છુપુ મનોબળ પુરુ પાડનારા જીપીસીબી કે પોલીસ વિભાગના અધિકારી-કર્મચારી સામે કોઈ કાર્યવાહી થશે કેમ? તેની શહેરમાં ખૂબ ચર્ચાઓ વચ્ચે હવે મોડેમોડે સચિન GIDCમાં રાત્રે 8 થી સવારે 7 સુધી એક પણ ટેન્કરોને પ્રવેશ આપવામાં નહી આવે તેવો નિર્ણય સચિન GIDCના વહીવટીકર્તાઓ દ્વારા લેવામાં આવ્યો છે.

સુરતના સચિન GIDCમાં કાર્યરત ડાઈગ, કેમિકલ સહિત એસોશિએશનમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગતના રોજ સુરતના સચિન GIDCમાં પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની પાઇપ અચાનક લીક થતા જ આસપાસના વિસ્તારોમાં ગેસ ફેલાયો હતો અને જેના કારણે 6 લોકોના મોત નીપજ્યાં હતાં. તેમજ 20થી વધુ લોકોને ગેસની અસર થઈ હતી. આમ ગુરુવારે બનેલી બનેલી દુર્ઘટના બાદ આ નિર્ણય લેવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.