સચિન GIDCમાં વીજ જરૂરિયાતને પહોંચી વળવા માટે નવું સબ-સ્ટેશન બનાવવાની માંગ

સચિન GIDCમાં કુલ ચાર સબ સ્ટેશનો છે, આમ છતાં ઓવરલોડ થવાને કારણે અવારનવાર પાવર ટ્રીપિંગના કિસ્સા બને છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વધારાનું એક સબ સ્ટેશન બનાવવામાં આવે એવી માંગ સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓ. સોસાયટી તરફથી મૂકવામાં આવી છે.

સચિન GIDCમાં ‘એ’ સબ સ્ટેશનની બાજુમાં જેટકોની માલિકીની ખુલ્લી જગ્યા પડતર છે, તો આ જગ્યામાં એક વધારાનું સબ-સ્ટેશન ‘ઈ’ બનાવી શકાય એમ હોઇ તેની પર વિચારણા કરવાનું જણાવવામાં આવ્યું છે.

સચિન GIDCમાં હાલમાં એ, બી, સી અને ડી નામના ચાર સબ સ્ટેશનો છે. GIDCમાં કુલ 1200થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે.

આ સબ સ્ટેશનો છેલ્લા ત્રણ વર્ષથી ઓવરલોડ છે અને તેને કારણે અવારનવાર પાવર ટ્રીપિંગના કિસ્સા બને છે તથા અન્ય વીજ ક્ષતિઓને કારણે વીજ લાઈનો ખોરવાઈ જાય છે. ફિલ્ડરો પણ અવારનવાર બંધ થઈ જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.