સચિન તેંડુલકર હાલમાં રાયપુરમાં, રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ઈન્ડિયા લેજન્સ્ઈ ટીમની,કરી રહ્યા છે કેપ્ટન્સી

ટીમ ઈન્ડિયા ના દિગ્ગજ બેટ્સમેન અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર ખેલાડી સચિન તેંડુલકર હાલમાં રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ માં ઈન્ડિયા લેજન્સ્ઈ (India Legends) ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે.

સચિન તેંડુલકર સહિત તમામ ખેલાડીઓનો દરેક મેચ પહેલા કોરોના ટેસ્ટ (Corona Test) થઈ રહ્યો છે. આ કોરોના ટેસ્ટ દરમિયાન સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ કંઈક એવું કર્યં કે આખો મેડિકલ સ્ટાફ ડરી ગયો.

મૂળે સચિને તેની સાથે મજાક કરી હતી. સચિનના આ મજાકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સચિન તેંડુલકરે આ વીડિયોને પોસ્ટ કરતાં મજાકના અંદાજમાં કેપ્શન લખ્યું, હું 200 ટેસ્ટ રમ્યો અને 277મો કોવિડ ટેસ્ટ! માહોલને હળવું કરવા માટે એક નાની મજાક.

સચિન-સહેવાય અને યુવરાજ ઝડપથી આઉટ થવા છતાંય ઈરફાન પઠાણે સ્ફોટક બેટિંગ કરીને મેચ રોમાંચક બનાવી દીધી. ઈરફાન પઠાણે 34 બોલમાં અણનમ 61 રન કર્યા પરંતુ ટીમ 6 રને હારી ગઈ. ઈન્ડિયા લેજન્ડ્સની ટીમ 7 વિકેટ પર 182 રન કરી શકી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.