સચિને જ હીનાની કરી નાખી કરપીણ હત્યા, હવે શિવાંશનું કોણ ??

બાળક શિવાંશ ના કેસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં રેન્જ આઇજી અભય ચુડાસમાએ ખુલાસો કરતા જણાવ્યું કે હિનાનો મૃતદેહ મળી આવ્યો છે. વર્ષ ૨૦૧૮થી સચિન હીનાનાં સંપર્કમાં હતો. વર્ષ ૨૦૨૦ માં બાળકનો જન્મ થયો હતો. વડોદરામાં હીના નો મૃતદેહને કબજે કરાશે. તેવો સતત લીવ-ઈનમાં રહેતા હતા. જોકે આ મામલે લગ્નનો ખુલાસો થયો નથી. પત્ની પણ આ બાબતે અજાણ હતી.

અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે , સચિન હીના પેથાણી સાથે પ્રેમમાં હતો. જૂન મહિનાથી તે વડોદરામાં નોકરી કરતો હતો. અને વડોદરામાં તે તેની સાથે રહેતો હતો. શનિ અને રવિ તે ગાંધીનગર મૂળ પત્ની સાથે રહેતો. હિના પેથાણી નું સચિને જ મર્ડર કરી નાખ્યું છે. હાલમાં બાળક શિવાંશને શીશુગૃહમાં રાખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે એના ની ડેડબોડી વડોદરામાંથી મળી આવે છે. સચિન વિરુદ્ધ ખૂનનો ગુનો પણ દાખલ કરાયો છે. જોકે સચિનના હિના સાથે લગ્ન નહોતા થયા. હિનાની હત્યા કર્યા બાદ મૃતદેહને બેગમાં પેક કરીને બેગમાં મૂકી રાખવામાં આવી હતી. અને મૃતદેહને ઘરમાં જ રખાયો હતો.

https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs

આ દરમ્યાન વર્ષ ૨૦૨૦માં શિવાંશ નો જન્મ થયો હતો પરંતુ સચિન ઉત્તર પ્રદેશ જોવા માંગતો હતો. અને મહેંદી તેને સાથે રહેવા માટે દબાણ કરતી હતી. મહેંદી મૂળ જૂનાગઢના કેશોદની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સચિનની પત્ની આ સમગ્ર પ્રકરણમાં જાણવાનો પણ ખુલાસો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.