બધાની નજર બોલિવૂડ સ્ટાર કિડ્સના ફિલ્મ ડેબ્યૂ પર છે. પરંતુ હવે સચિન તેંડુલકરની ખૂબસૂરત પુત્રી સારા તેંડુલકર પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. સારાને સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક ગણવામાં આવે છે. અને દેખાવ, સ્ટાઈલ સાથે સારાનું આકર્ષક વ્યક્તિત્વ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. સારાને મનોરંજન ઉદ્યોગમાં વિશેષ રસ છે.
બોલિવૂડમાં કરિયર બનાવવા માંગે છે અને તેને ફિલ્મોમાં ઘણો રસ છે. મીડિયા રીપોર્ટસ મુજબ સારા ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. તેણીને અભિનયમાં ખૂબ જ રસ છે અને તેણે કેટલાક અભિનયના પાઠ પણ શીખ્યા છે.અને સારાએ લંડન યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. જોકે તે ગ્લેમર વર્લ્ડમાં કરિયર બનાવવા માંગે છે.
સારા તેના અભિનય કૌશલ્યથી દર્શકોને આશ્ચર્યચકિત કરી શકે છે.અને તે ખૂબ જ પ્રતિભાશાળી છે અને તેના માતા-પિતા તેને દરેક નિર્ણયમાં ઘણો સાથ આપે છે. સારા વ્યવસાયે મોડલ છે. તેની તસવીરો ઘણીવાર ચાહકોને દિવાના બનાવે છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે સારા શાહિદ કપૂર સાથે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.પરંતુ સચિને આ અહેવાલોને એમ કહીને નકારી કાઢ્યા હતા કે તેમની પુત્રી હાલમાં અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. હવે ફરી એકવાર સારાના બોલિવૂડ ડેબ્યૂના સમાચારો જોરમાં છે. જો કે સારા બોલિવૂડમાં એન્ટ્રી કરે છે કે નહીં તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.