સચિન પાયલોટ ભાજપ સાથે મળી ધારાસભ્યોનુ ખરીદ-વેચાણ કરી રહ્યા હતાઃ ગહેલોટ

રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ઘમાસાણ વચ્ચે હવે મુખ્યમંત્રી અશોક ગહેલોટે ભાજપ અને સચિન પાયલોટ પર ધારાસભ્યો ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

પાયલોટ પર નિશાન સાધતા ગહેલોટે કહ્યુ હતુ કે, અમે જો ધારાસભ્યોને 10 દિવસ હોટલમાં રાખ્યા ના હોત તો બીજો જ ખેલ થયો હતો. મારા ડેપ્યુટી સીએમ આજે સફાઈ આપી રહ્યા છે પણ ધારાસભ્યો ખરીદવાના ખેલમાં તેઓ સામલ હતા. દિલ્હીમાં બેઠેલા લોકોએ મારી સરકાર ઉથલાવવા માટે મધ્યપ્રદેશ અને કર્ણાટકની જેમ કાવતરુ રચ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, સરકાર સીબીઆઈ, ઈડી અને ઈનકમ ટેક્સ વિભાગનો દુરપયોગ કરી રહી છે.હું પોતે  રાજકારણમાં નવી પેઢી તૈયાર કરી રહ્યો છુ રાજકારણમાં મને 40 વર્ષ થઈ ગયા છે. આવતીકાલ યુવા નેતાઓની છે. નવી પેઢીને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને હું પોતે પસંદ કરુ છું. હું ભૂતકાળમાં યુવાઓ અને એનએસયુઆઈ માટે લડાઈ લડી ચુક્યો છું.

સચિન પાયલોટ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, ઝાઝા સંઘર્ષ વગર જ સચિન પાયલોટ કેન્દ્રીય મંત્રીની ગયા હતા. જો વધારે સંઘર્ષ કર્યો હોત તો આજે વધારે સારુ કરામ કરી શક્યા હોત પણ તે પોતે જ જ્યારે ધારાસભ્યોનુ હોર્સ ટ્રેડિંગ કરશે તો દેશ બરબાદ થઈને રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.