– સંજય ઝાએ કહ્યું હતું કે રાજસ્થાનમાં સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવી દેવા જોઇએ
રાજસ્થાનમાં આવેલા રાજકિય ભુકંપના આંચકા હવે છેક મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા સંજય ઝાને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે પત્ર જાહેર કરીને તેમને કોંગ્રેસમાંથી દૂર કર્યા છે. રાજસ્થાનમાં ચાલતા રાજનૈતિક ધમાસાણમાં સંજય ઝાએ સચિન પાયલટનું સમર્થન કર્યુ હતું. સંજય ઝાએ કહ્યું હતું કે રાજસ્થાનમાં સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવી દેવા જોઇએ. જેથી મહારાષ્ટ્ર કોંગ્રેસે પાર્ટી વિરુદ્ધનું કામ ને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ કર્યા છે.
સંજય ઝાએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે રાજસ્થાના પ્રશ્નનનો એકદમ સરળ ઉપાય છે. ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અશોક ગહેલોતને પાર્ટીએ કોઇ અન્ય જવાબદારી આપવી જોઇએ. પાર્ટી જ્યાં નબળી છે ત્યાં તેમને મોકલવા જોઇએ. તેની સાથે જ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ બનાવવાની વાત કરી હતી. છેલ્લે તેમણે એવું પણ લખ્યુ હતું કે જહાં ચાહ, વહાં રાહ.
સવારમાં રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટને પાર્ટી વિરોધી કામ માટે પદ પરથી દૂર કરવામાં આવે છે. તો સાંજે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય ઝાને સચિન પાયલટના સમર્થન બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે. આ સિવાય થોડા સમય પહેલા સંજય ઝાએ એક આર્ટિકલ લખીને કોંગ્રેસ પાર્ટીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.