મુંબઇઃ ક્રિકેટના ભગવાના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરનો નવો અવતાર જોવા મળ્યો છે, સારા હવે એક્ટિંગ કે સ્પોર્ટ્સમાં નહીં પરંતુ મૉડેલિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યુ છે. સારાએ એક ક્લૉથિંગ બ્રાન્ડ માટે પ્રમૉશનલ વીડિયો શૂટ કર્યો છે. જેમાં તે મૉડેલિંગ કરતી દેખાઇ રહી છે.
એક વીડિયો સારા તેંદુલકરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો હતો. આ વીડિયોને શેર કર્યાના એક દિવસ બાદ સારાએ આ બ્રાન્ડ માટે મૉડેલિંગ કરતી પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો પણ શેર કરી હતી. સારા તેંડુલકરની આ તસવીરોમાં સારાના નવા અવતારને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
સારા સાથે બીજુ કોણ છે
આ કપડાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સારા તેંદુલકરે અભિનેત્રીઓ બનિતા સંધુ અને તાનિયા શ્રોફ સાથે મોડેલિંગની શરૂઆત કરી. પ્રમોશનલ વીડિયોમાં આ ત્રણેય એકસાથે પોઝ આપતા જોવા મળે છે. આ સાથે જ સારા તેંદુલકરે હવે મોડલિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા સંપૂર્ણપણે પ્રયાસો શરૂ કરી દીધા છે.
સારા તેંદુલકર યુનિવર્સિટી કોલેજ લંડનની સ્નાતક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.