સચિવાલયના ગેટ-1 પાસે BJPના ધારાસભ્યની કારમાંથી મળી આવી કંઈક એવી વસ્તું કે…પોલીસના ઉડ્યા હોંશ

સચિવાલય ગેટ નંબર-૧ પાસેથી પ્રવેશતી મહેમદાબાદના ધારાસભ્યની કારમાંથી તલવાર મળી આવી હતી. જોકે, આ મામલે સ્થળ પરના સિક્યુરીટી જવાનોએ કારના ચાલક વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરી નહતી. તલવારને કારમાંથી કાઢી ખુણામાં મુકી ડ્રાઇવરને જવા દીધો હતો. સામાન્ય રીતે અન્ય કોઇ વ્યક્તિ હોય તો તલવાર જેવા હથિયાર મામલે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં કોઇ કાર્યવાહી થઇ નહતી.

આજે વિધાનસભા સત્રનો પ્રારંભ થયો હતો. સાથે સાથે કોંગ્રેસ દ્વારા વિધાનસભા કુચનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેના કારણે આજે વહેલી સવારથી જ સચિવાલયમાં પ્રવેશતા તમામ ગેટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી રહી હતી. સાથેસાથે તમામ વાહનનું ચેકિંગ બાદ જ તેને પ્રવેશ આપવામાં આવતો હતો. આ દરમિયાન એક લાલ કલરની એમએલએ લખેલી કાર ગેટ નંબર -૧ પાસે આવી હતી. પોલીસે કારને રોકી હતી અને કારની તલાસી લીધી હતી. જેમાંથી એક તલવાર મળી આવી હતી. કારમાં માત્ર ડ્રાઇવર જ બેઠો હતો.

તેણે આ કાર મહેમદાબાદના એમએલએ અર્જુનસિંહ ચૌહાણની આ કાર હોવાનુ જણાવ્યુ હતું. જોકે, આ પુર્વે કારમાંથી મળી આવેલી તલવાર પોલીસે રેસ્ટરૂમના ખુણામાં મુકી દીધી હતી. કારની મ્યાન પણ લાલ કલરની હતી. જોકે, કાર જપ્ત કર્યા બાદ સચિવાલય બંદોબસ્તમાં રહેલ પોલીસે કારના ડ્રાઇવરને જવા દીધો હતો. તેની સામે કોઇ એક્શન લેવામાં આવ્યા નહતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.