Sadhguru Brain Surgery: સ્વાસ્થ્ય નિષ્ણાતોનું જણાવવું છે કે મગજમાં સોજો અને બ્લીડિંગ થાય તેના ઘણા કારણ હોય છે જેમાં હાઈ બ્લડ પ્રેશર, માથામાં ઇજા, લોહી જામવું, બ્રેન ટ્યુમર અથવા તો કોઈ સંક્રમણ પણ હોઈ શકે છે.
Sadhguru Brain Surgery: આધ્યાત્મિક જગતના જાણીતા સદગુરુ જગ્ગી વાસુદેવને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. તેમના સંગઠન ઈશા ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઇન સર્જરી કરાવવી પડી હતી. સર્જરી પછી સદગુરુની હાલત સારી છે અને તેઓ દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ છે.
ઈશા ફાઉન્ડેશન દ્વારા જે જાણકારી શેર કરવામાં આવી તે અનુસાર સદગુરુ ને મગજમાં સોજો અને બ્લીડિંગ ની સમસ્યા હતી જેના કારણે તેમની બ્રેન સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી દિલ્હીની અપોલો હોસ્પિટલમાં કરવામાં આવી. ઈશા ફાઉન્ડેશનના નિવેદન અનુસાર, થોડા દિવસ પહેલા મગજમાં બ્લીડિંગ થવાના કારણે સદગુરુની બ્રેન સર્જરી કરવી પડી હતી. હવે તેમની હાલત સ્થિર છે અને તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.
અપોલોમાં વરિષ્ઠ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર વિનીત સૂરી સદગુરુ અંગે જણાવ્યું હતું કે, સદગુરુને છેલ્લા ચાર અઠવાડિયાથી માથામાં તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. જોકે સદગુરુ આ દુખાવાને ધ્યાને લેતા ન હતા અને દવા લઈને પોતાની નોર્મલ એક્ટિવિટીમાં વ્યસ્ત થઈ જતા. પરંતુ 15 માર્ચે તેમને અસહનીય દુખાવો થયો અને ત્યાર પછી હોસ્પિટલમાં તેમનું એમઆરઆઇ સ્કેન કરવામાં આવ્યું. જેમાં ખબર પડી કે તેમને મગજમાં સોજો છે અને બ્લીડીંગ છે. ત્યાર પછી 17 માર્ચે તેમની બ્રેન સર્જરી કરવામાં આવી.
મહત્વનું છે કે મગજમાં સોજો અને બ્લિડીંગ એક ગંભીર મેડિકલ કન્ડીશન છે. જેને ઈંસ્ટ્રાકાર્નિયલ હેમરેજ એટલે કે એક પ્રકારનું બ્રેઇન હેમરેજ પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે મગજમાં તરલ પદાર્થનું નિર્માણ વધી જાય છે અથવા તો મગજની કોઈ નસ ફાટી જાય છે. જેના કારણે મગજના સેલ્સને નુકસાન થવા લાગે છે
.
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું જણાવવું છે કે મગજમાં સોજો અને બ્લિડીંગ થાય તેના ઘણા કારણ હોય છે જેમાં હાઈ બ્લડ પ્રેશર, માથામાં ઇજા, લોહી જામવું, બ્રેન ટ્યુમર અથવા તો કોઈ સંક્રમણ પણ હોઈ શકે છે.
આ મેડિકલ કન્ડિશનના લક્ષણ
- સ્વાસ્થ્ય નિષ્ણાતોનું જણાવવું છે કે મગજમાં સોજો અને બ્લિડીંગ થાય તેના ઘણા કારણ હોય છે જેમાં હાઈ બ્લડ પ્રેશર, માથામાં ઇજા, લોહી જામવું, બ્રેન ટ્યુમર અથવા તો કોઈ સંક્રમણ પણ હોઈ શકે છ
જ્યારે મગજમાં સોજો હોય કે બ્લિડિંગ થતું હોય તો તેના લક્ષણોમાં અચાનક માથામાં તીવ્ર દુખાવો, નબળાઈ, સુન્નતા, ચક્કર આવવા, બોલવામાં સમસ્યા, આંખ સંબંધિત સમસ્યા અને કેટલાક કિસ્સામાં ચેતનાનું સ્તર ઘટી જવું હોઈ શકે છે.
આ સમસ્યામાં તેનો ઉપચાર દર્દીની સ્થિતિ પર આધારિત હોય છે. જેમાં દવાથી પણ સારવાર થઈ શકે છે અને ઘણી વખત સ્થિતિ વધારે ગંભીર હોય તો સર્જરી પણ કરવી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.