સાધુઓના મોબ લિન્ચિંગને લઈને દેશમાં ભારે આક્રોશ છે.
જુના અખાડાના આ સાધુઓની હત્યાના મામલામાં અખિલ ભારતીય સંત સમિતિએ ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
સમિતિ વતી લખેલા પત્રમાં સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીનુ કહેવુ છે કે, મહારાષ્ટ્રમાં સાધુઓ અને તેમના ડ્રાઈવરની હત્યાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે. અમે જુના અખાડા સાથે ઉભા છે. જો મહારાષ્ટ્ર સરકાર કાર્યવાહી નહી કરે તો દેશભરમાં સંતો આંદોલન શરુ કરશે. પ્રકરણમાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખની ભૂમિકા શંકાસ્પદ છે. રાજ્ય સરકાર પર વિશ્વાસ થાય તેમ નથી. આ મામલે સીબીઆઈ તપાસ જરુરી છે.
.આ પહેલા સંત સમાજે ઉધ્ધવ ઠાકરે સામે લોકડાઉન બાદ મહારાષ્ટ્રમાં નાગા સાધુઓની એક રેલી કાઢવાની પણ ચીમકી આપેલી છે.
ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલની મધરાતે પાલઘર વિસ્તારમાં ટોળાએ સાધુઓ અને તેમના ડ્રાઈવરની ચોર સમજીને હત્યા કરી નાંખી હતી. પોલીસે જ આ સાધુઓને ટોળાને સોંપી દીધા હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.