સાધુઓનુ લિન્ચિંગ, આખરે ઉધ્ધવે તોડ્યુ મૌન અને આપી આવી ચીમકી

મહારાષ્ટ્રમા  બે સાધુઓના મોબ લિન્ચિંગ પર આખરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મૌન તોડ્યુ છે.

સોશ્યલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકાર પર ધોવાઈ રહેલા માછલા બાદ ઉધ્ધવ ઠાકરેએ નિવેદન આપતા કહ્યુ છે કે, આ મામલાની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી. આગ લગાવવાનુ કામ ના કરો.આ કોઈ ધાર્મિક મામલે થયેલી હત્યા નથી. ગેરસમજના કારણે સાધુઓી હત્યા થઈ છે.

ઠાકરેએ કહ્યુ હતુ કે, મારી ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત થઈ છે.તેમને પણ સમજાવાયુ છે કે, આ મામલો ધર્મ સાથે જોડાયેલો નથી. જે પણ સોશ્યલ મીડિયા થકી આગ લગાવવાની અને મામલા ભડકાવવાની કોશિશ કરશે તેના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, સાધુઓની હત્યાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે તે અવર જવર માટે દુર્ગમ છે.

ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલની મધરાતે પાલઘર વિસ્તારમાં ટોળાએ સાધુઓ અને તેમના ડ્રાઈવરની ચોર સમજીને હત્યા કરી નાંખી હતી. પોલીસે જ આ સાધુઓને ટોળાને સોંપી દીધા હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.