સાધુની કામલીલા મહિલાને સફરજનમાં કેફી પદાર્થ ખવડાવ્યો અને પછી કર્યું આ કામ…

સાવરકુંડલાનાં દાલીયા ગામે આવેલાં જાણીતાં કબીર આશ્રમમાં સાધુએ તેનાં અનુયાયી વલ્લભીપુરનાં મહિલાને અડધી રાતે સંતાન પ્રાપ્તિની વિધિ માટે આશ્રમમાં બોલાવી સફરજનમાં કેફી પદાર્થ નાખી બેભાન કરી દિધાં બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની ધટના સામે આવી છે.

આ ધટના વલ્લભીપુરની એક મહિલા દ્નારા નોંધાયેલી ફરિયાદ મુજબ આ મહિલા સાસરા પક્ષનાં લોકો કબીર સંપ્રદાયમાં માનતા હતા અને અમરેલી સાવરકુંડલા તાલુકાના વિજપડી નજીક આવેલાં દાધિયા કબીર આશ્રમમાં વારંવાર તેમના ગુરૂ અમરદાસ સાહેબ તરીકે ઓળખાતાં સાધુ પાસે જતાં હતાં.

આ મહિલાને સંતાનમાં બે પુત્રી હતી પણ પુત્ર થતો ન હોવાથી ગત ગુરુપૂર્ણિમાનાં દિવસે તેમના પરિવારનાં લોકોએ આ સાધુને વિનંતી કરી હતી. પછી સાધુએ આશ્રમમાં બોલાવીને વિધિનાં નામે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ થયું તેનો વિરોધ કરી શકતી ન હતી.

https://www.youtube.com/watch?v=89-dkZh0v_g

ધટનાનાં ૬ મહિના બાદ અંતે આ ધટના અંગે ફરિયાદ નોંધાતા આરોપી સાધુ ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્નારા સુરતમાંથી આ સાધુની ધરપકડ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.