ભોપાલમાં 19 વર્ષની નર્સિંગ ફિલ્ડની વિદ્યાર્થિની લગ્ન પહેલા જ બોયફ્રેન્ડ યુસુફ સાથે ભાગી ગઈ હતી. આ છોકરીને બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે યુસુફથી દૂર રહેવા અને પોતાનો વિચાર બદલવાની સલાહ આપી હતી, તેનો નિર્ણય બદલવા માટે સાધ્વીએ તેને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ જોવા પણ લઈ ગઈ હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક હિન્દુ યુવતીનું બ્રેઈનવોશ કરીને પ્રેમના નામે તેને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવામાં આવે છે અને પછી તેને સીરિયા ફરાર કરી દેવામાં આવે છે. ત્યાં તેને આતંકવાદી સંગઠન ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશનના નિર્દયતાનો શિકાર બનવું પડે છે.
ભોપાલના નયા બસેરા વિસ્તારમાં રહેતી છોકરીના પરિવારના જણાવ્યા મુજબ યુસુફ તેમનો પાડોશી છે. યુવતીના 30 મેના રોજ લગ્ન થવાના હતા પરંતુ તે પહેલા જ તે યુસુફ સાથે ભાગી ગઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ, તેણે રોકડ અને ઘરેણાં પણ લઈ લીધા હતા, જે તેના ભવિષ્યનાં પતિ માટે લાવવામાં આવ્યા હતા. ભોપાલના કમલા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પરિવારનો આરોપ છે કે યુસુફે તેમની પુત્રીને સારી વાતો કરીને ફસાવી હતી અને પછી તેની સાથે ફરાર થઈ ગયો હતો.
તેમને એવો પણ આરોપ કર્યો છે કે યુસુફે તેની પુત્રીના નામે બેંક લોન લીધી હતી અને તેણા પર EMI ચૂકવવા માટે પણ દબાણ કર્યું હતું. જો કે, પરિવારના આક્ષેપોથી અલગ જ , યુવતીએ પોલીસને જણાવ્યું કે તે પોતાની મરજીથી યુસુફ સાથે ભાગી ગઈ હતી. યુસુફ આ વિસ્તારમાં હિસ્ટ્રીશીટર છે અને તેની સામે અડધો ડઝન કેસ પણ નોંધાયેલા છે. દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે છોકરીઓને લવ જેહાદમાં ન ફસાવાની સલાહ આપી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘આપણી દીકરીઓએ સતર્ક રહેવું જોઈએ. આપણી નાની છોકરીઓ જે નિર્દોષ છે, તે અત્યારે સમજી શકે તેમ નથી. પરંતુ તેઓ સુરક્ષિત નથી. આ જીવનને સુરક્ષિત કરવા માટે, હું હિંમત સાથે આગળ આવતી હતી, આવું છું અને આવતી રહીશ. લવ જેહાદના ચક્કરમાં ફસાશો નહીં અને તમારા માતા-પિતાની વાતનું સનમાન કરો, તેમના પર વિશ્વાસ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.