સાધ્વી પ્રજ્ઞાએ મધ્યપ્રદેશમાં પગ મુક્યો તો જીવતી સળગાવી દઈશું: કોંગ્રેસના નેતા

નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતુ નિવેદન સંસદમાં આપીને વિવાદ સર્જનાર ભાજપની સાંસદ સાધ્વી પ્રજ્ઞાની સામે હવે કોંગ્રેસના એક નેતાએ એટલુ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય ગોવર્ધન ડાંગીએ જાહેરમાં જ સાધ્વી પ્રજ્ઞાને ધમકી આપી છે કે, અત્યારે તો અમે સાધ્વીના પુતળાનુ દહન કર્યુ છે પણ જો સાધ્વી મધ્યપ્રદેશમાં ફરી પગ મુકશે તો અમે તેને જીવતી સળગાવી દઈશું. ધારાસભ્યના નિવેદનથી કોંગ્રેસને બેકફૂટ પર આવી જવુ પડે તેવી સ્થિત સર્જાઈ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યે સાધ્વીના નિવેદન સામે એક પ્રદર્શનનુ આયોજન કર્યુ હતુ.જેમાં સાધ્વી પ્રજ્ઞાનુ પુતળુ બાળવામાં આવ્યુ હતુ. જોકે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કોંગ્રેસી નેતાની જીભ લપસી હતી.

તેમણે કહ્યુ હતુ કે, મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે. તેમના હત્યારને દેશભક્ત કહેનાર સાધ્વી પ્રજ્ઞા જો અહીંયા આવી તો તેને પણ સળગાવી દઈશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.