દુનિભરમાં ઝડપથી વધી રહેલી વસ્તીના કારણે આ સદીના અંત સુધી ખાદ્ય વપરાશમાં 80 ટકાનો વધારો થશે. આનું કારણ માત્ર વધતી વસ્તી નથી પરંતુ બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ પણ છે. જે મુજબ, વધતી જતી વસ્તીમાં લાંબા કદ અને વધારે વજન ધરાવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે, જે મુજબ તેમનો ખોરાક પણ વધારે હશે. જર્મનીની ગોટિનગેન યુનિવર્સીટીમાં થયેલ એક રિસર્ચમાં એવા જ ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે.
આ રિસર્ચ મુજબ વધતી વસ્તીમાં લાંબા અને વજની લોકોની સંખ્યામાં વધારો થશે. જેમને હાલના પ્રતિ વ્યક્તિ સરેરાશ ભોજનની સરખામણીએ વધુ ભોજનની જરૂર પડશે. રિસર્ચરનું માનવું છે કે એવી પણ પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે કે માંગ મુજબ ભોજનની સપ્લાય ના થઈ શકે. આ અભ્યાસમાં જણાવ્યું છે કે 1980 સુધી મેક્સિકોમાં કુપોષણ સૌથી મોટી સમસ્યા હતી. પરંતુ હવે આ અમેરિકા બાદ દુનિયાનો બીજો સૌથી મોટો બોડી માસ ઇન્ડેક્સવાળો દેશ બન્યો છે.
- આ સિવાય બ્રિટેનમાં પુરુષ અને મહિલાઓની લંબાઈમાં ગત સદીમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો હતો. જ્યારે હવે પુરુષોની સરેરાશ ઊંચાઈ 178 સેમી અને મહિલાઓની સરેરાશ ઊંચાઈ 161 સેમી છે. જર્મનીના અભ્યાસકર્તાઓ મુજબ, વર્ષ 2010થી 2100 વચ્ચે લોકોને સરેરાશ 253 કેલેરીની વધુ જરૂર પડશે. સાથે જ વિશ્વ સ્તરે ખાદ્ય સામગ્રીની અછત 80 ટકા સુધી વધી જશે. રિપોર્ટમાં જણાવ્યું કે, આ અછતમાં 60 ટકા વધતી વસ્તીના કારણે, જયારે 20 ટકા અછત માટે લાંબા અને વધારે વજન ધરાવતા લોકો કારણભૂત રહેશે. ખાદ્ય પદાર્થોમાં વધારાથી અફ્રિકી દેશ સૌથી વધુ પ્રભાવિત થશે. જે પહેલાથી જ વધુ વસ્તીના કારણે કેલેરીની પૂર્તિ માટે ઝઝૂમી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.