સુરતમાં યુવાનો દ્વારા ઉતરાયણ દરમિયાન વાહન ચાલકોના પતંગની દોરીથી ગળા કપાવાની ઘટનાઓને રોકવા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું

લોકોમાં ઉતરાયણ પર્વને લઈને ઉત્સાહ પણ છે. પરંતુ ઉતરાયન પર્વ દરમિયાન અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે તેમજ આ ઉપરાંત દોરીથી લોકોના ગળા કપાવવાના બનાવો પણ સામે આવતા હોય છે.અને જેને લઈને સુરતમાં એક તરફ પોલીસ દ્વારા 14થી 15 જાન્યુઆરી સુધી બ્રિજ પર ટુવ્હીલર વાહનોની અવરજવર પર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ મનપા દ્વારા પણ બ્રીજ પર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે. પરંતુ જાહેર રોડ પર પણ લોકોના ગળા કપાવવામાં બનાવો બનતા હોય છે. જેને લઈને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લોકોને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ઉતરાયણ દરમિયાન અનેક કિસ્સાઓમાં લોકોને ઇજા થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. 13 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી વચ્ચે મોટરસાયકલ પર સવાર વાહનચાલકો માટે ખૂબ જ જોખમી સમય હોય છે અને ચારે તરફ પતંગ રસિયાઓ પતંગ ઉડાડવાની મજા માણતા હોય છે પરંતુ તેમનામાં આ કારણે અનેક વખત લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. સુરત શહેર એ બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. શહેરના અનેક બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માંજા ના કારણે ગંભીર રીતે ઇજા પામતા હોય છે. આ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે પોતે પણ સતર્ક અને સુરક્ષિત રહેવા માટે પ્રયાસો કરવા જરૂરી છે. મોટાભાગે પતંગના માંજાથી ગળાના ભાગે ઇજા થવાની શક્યતા વધી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.